મુંબઈઃ દેશના વિવિધ શહેરોમાં સામાન્ય રીતે જાહેરમાં કચરો ના નાખવો, ધ્રુમપાન ન કરવું, ઝડપથી વાહન ના હંકારવુ સહિતના લોકજાગૃતિના સાઈન બોર્ડ જોવા મળે છે. જો કે, મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક સોસાયટીએ મુકેલુ સાઈન બોર્ડ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સોસાયટી પાસે યુગલો જાહેરમાં બિભત્સ વર્તન કરતા હોવાથી કંટાળેલા સોસાયટીના રહીશોએ નો કિસિંગનું સાઈન બોર્ડ મુક્યું હોવાનું જાણવા મળે છે.
સોસાયટીના એક રહીશે અગાઉ ઘર પાસે બિભત્સ વર્તન કરતા વીડિયો બનાવીને કોર્પોરેટરને મોકલી આપ્યો હતો. જેથી તેમણે પોલીસને મોકલી આપ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવામાં આવ્યાં ન હતા. જેથી સોસાયટીના તમામ સભ્યોની મીટીંગ મળી હતી. જેમાં નો કિંસિગનું સાઈન બોર્ડ મુકવાનો નિર્ણય લેવાયો હતો. આ સાઈન બોર્ડ મુકાયા પછી અહીં આવનારા યુગલોની સંખ્યા ઘટી ગઈ છે. સોસાયટીના ચેરમેન એડવોકેટ વિનય અસુરકરના જણાવ્યા પ્રમાણે સોસાયટીમાં બાળકો અને વડીલો વસે છે. તેમની સામે આવાં દૃશ્યો ભજવાતાં જોવા માગતા નથી.
(Photo-Social Media)