Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે પ્રિકોશન ડોઝ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોવિડની સ્થિતિ ભલે નિયંત્રણમાં હોય પણ ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં જરાય કચાશ રખાશે નહીં. તેમજ લોકોનો સહકાર લઈને કોરોનાને કાબુમાં રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ઝુંબેશ ટૂંક સમય માં શરૂ થવાની છે રસીના બે ડોઝ લેનાર 50 ટકાથી વધારે લોકોએ પ્રિકોશન ડોઝ લીધો નથી.

તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ અને સુરત જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસી ની અવરજવર ધરાવતા હવાઈ મથકે દરેક પ્રવાસીનું થર્મલ સ્કેનનિંગ થશે અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેના ડોમ ઊભા કરાશે. સરકારી દવાખાનામાં ઑક્સીજનની સ્થિતિ અને કોવિડ વોર્ડની સગવડ ચકાસવા માટે 27 મી ડિસેમ્બરે મોકડ્રીલ યોજવાની વાત પણ તેમણે કરી હતી.

દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ બીએફ 07થી હાહાકર મચ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે પણ કોરોનાના નવા વેરિયન્ટ મામલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો સરકારે પણ અગમચેતી પગલા ઉઠાવવાનો પ્રારંભ કર્યો છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજન સાથેના કોડિવ બેડ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં જરૂરિયાતની દવાઓનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે.