Site icon Revoi.in

બેવડી હત્યા કેસમાં મુંબઈની ખાસ અદાલતે છોટા રાજનને શંકાનો લાભ આપી મુક્ત કર્યો

Social Share

મુંબઈઃ મેટ્રોસિટી મુંબઈમાં વર્ષ 2009માં થયેલા ડબલ મર્ડર કેસમાં કુખ્યાત ગેંગસ્ટેર છોટા રાજન સહિત ચાર આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોશ જાહેર કર્યાં હતા. મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટે બેવડી હત્યા કેસમાં ચુકાદો જાહેર કર્યો હતો. જજે આદેશમાં નોંધ્યું હતું કે આ મર્ડર કેસના ષડયંત્રમાં છોટા રાજન સંકળાયેલો છે, એ પૂરવાર થઈ શક્યું નથી. આ કેસમાં કોર્ટે અન્ય આરોપીઓ – મોહમંદ અલી શેખ, ઉમેદ શેખ અને પ્રણયા રાણેને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2009માં દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલી ફુટપાટ પર બે અજાણીયા શખ્સોએ શાહિદ ગુલામ હુસેન ઉર્ફે છોટે મીયાંની હત્યા કરી હતી. આ ઘટના સ્થળ પરથી ભાગતી વખતે હુમલાખોરે અન્ય ત્રણ લોકો પર પણ ગોળીબાર કર્યો હતો. આ પછી છોટે મીયાં અને સૈયદ અર્શદ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સમગ્ર કેસની પોલીસે તપાસ આરંભીને આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ કેસની સુનાવણીમાં સરકારી વકીલે મહત્વાના પુરાવા રજૂ કરીને સાક્ષીઓને તપાસ્યાં હતા. કેસની સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે સુનાવણીના અંતે છોટા રાજન સહિતના આરોપીઓને નિર્દોશ છોડી મુકવા નિર્દેશ કર્યો હતો.

કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજન સામે અન્ય કેટલાક કેસ નોંધાયેલા છે. જેથી હાલ તે જેલમાં છે અને હાલ તેની જેલ મુક્તિની શકયતા નહીવત છે. ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાંથી ડિપોર્ટ કરાયા બાદ હાલ છોટા રાજન દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.