દિલ્હીમાં વઘતા પ્રદુષણને લઈને લેવાયો ખાસ નિર્ણય- 9 થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ બ્રેક જાહેર
દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળીનો પર્વ આવે તે પહેલા જ પ્રદુષણનું સ્તર વઘી ચૂક્યું છે કેટલાક સ્થળઓએ એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર પહોંચ્યો છે જેને જોતા દિલ્હીમાં કેટલીક પાબંઘિઓ પણ લાગૂ કરવામાં આવી છે તો સાથે જ આ વઘતા પ્રદુષમને લઈને આજરોજ એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમા કેટલાક ખાસ નિર્ણયો લેવાયો છે.
પ્રાપ્ત વિહત અનુસાર રાજઘાનીમાં વઘી રહેલા પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. 9 થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે હવે બાળકોને ડિસેમ્બરને બદલે નવેમ્બરમાં શિયાળાની 10 દિવસની રજાઓ મળી રહી છે. આ રજાઓ શિયાળાની રજાઓ સાથે સેટ કરવામાં આવશે.
વઘુમાં દિલ્હી સરકારે કહ્યું છે કે ડિસેમ્બર-જાન્યુઆરીનો શિયાળાનો બ્રેક હવે એડજસ્ટ કરવામાં આવશે. દિલ્હી સરકારે રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે, જેથી બાળકોને સુરક્ષિત રાખી શકાય.