- જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર આજે મનોમંથમ
- ટાર્ગેટ કિલિંગ પણ રણનીતી બનાવાશે
- બેઠકની અધ્યક્ષતા ગૃહમંત્રી શાહ કરશે
દિલ્હીઃ- દેશના કેન્દ્ર સાશિચ પ્રદેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીઓ પોતાની નજર રાખી રહ્યા છે., ત્યારે હવે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર શનિવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બેઠક માટે દિલ્હી જવા માટે રવાના થયા છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર વિચાર -વિમર્શ થશે.
કાશ્મીરની ઘાટીઓમાં હિન્દુઓ અને શીખોને નિશાન બનાવવાની ચર્ચા સાથે, ટાર્ગેટ કિલિંગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી માટે વ્યૂહરચના બનાવવામાં આવશે.આ બેઠક આ મામલે ખાસ હશે.બપોર બાદ સૂચિત બેઠકમાં, એલજી વહીવટીતંત્ર દ્વારા લઘુમતીઓને નિશાન બનાવતા આતંકવાદીઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવેલી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે. ગૃહમંત્રી ગુજરાત પ્રવાસથી પાછા ફર્યા બાદ તરત જ આ બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ અજય ભલ્લા પણ હાજર રહે તેવી શક્યતા છે. આ સિવાય ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ -કાશ્મીર વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહેશે.
ઉલ્લખેનીય છે કે ગુરુવારે શ્રીનગરમાં શાળામાં ઘૂસેલા આતંકવાદીઓ દ્વારા આચાર્ય સુપિન્દર કૌર અને જમ્મુ નિવાસી શિક્ષક દીપક ચંદની હત્યા કર્યા બાદ તરત જ ગૃહમંત્રીએ દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક યોજી હતી. લઘુમતી સમુદાય પર હુમલાને રોકવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં આતંકવાદીઓની નવી મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપવામાં આવી હતી.ત્યારે હવે આજની આ બેઠક પણ આ બાબતે ખાસ યજાનાર છે.