નવી દિલ્હીઃ ઈરાનમાં હિજાબ અને મહિલાના અધિકારો માટે તાલિબાની સરકારનો વિરોધ કરી રહેલી મહિલાઓના સમર્થન કરવા પેરિસે તેમના સમર્થનના સંદેશાઓ આપ્યા હતા.
એફિલ ટાવર “ઈરાનમાં ફાંસીની સજા બંધ કરો” નો સમર્થન સંદેશ ઈરાન સુધી પહોંચાડવા માટે તેની પર આ સંદેશો લખવામાં આવ્યો હતો. “સ્ત્રીઓ, જીવન, સ્વતંત્રતા”ના નારાઓ સાથે લોકોએ પણ સમર્થન આપ્યું હતું. ચાર મહિના પહેલા 22 વર્ષીય મહિલાના મૃત્યુ બાદથી ઈરાન તથા તેના સમર્થક દેશોમાં સામૂહિક વિરોધ હજી ચાલુ જ છે.
ઈરાનમાં છેલ્લા કેટલાક મહિનાથીઓ મહિલાઓ હિજાબના વિરોધમાં દેખાવો કરી રહી છે, એટલું જ નહીં દુનિયાના વિવિધ દેશોની મહિલાઓએ ઈરાનની દેખાવકારો મહિલાઓને સમર્થન આપ્યું હતું. ઈરાનની મહિલાઓ હિજાબ ઉપરાંત અન્ય અધિકારોને લઈને દેખાવો કરી રહી છે.