Site icon Revoi.in

અમદાવાદ- તિરૂચિરાપલ્લી વચ્ચે સ્પેશિયલ વિન્ટર સાપ્તાહિક ટ્રેન દોડાવાશે,

Social Share

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખીને ખાસ વિન્ટર ટ્રેનોનું સમયપત્રક જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ અને તિરુચિરાપલ્લી વચ્ચે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડાના દરે દોડાવવાશે. આ ટ્રેનનું બુકિંગ આજે તા. 26 ડિસેમ્બર 2023થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી કરી શકાશે. ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને ટ્રેનની રચના અંગે વિગતવાર માહિતી માટે, રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.inનો સંપર્ક કરવા જણાવ્યું છે.

પશ્વિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ  ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ 28 ડિસેમ્બર 2023થી 25 જાન્યુઆરી 2024 સુધી દર ગુરૂવારે અમદાવાદથી 09.30 વાગે ઉપડીને ત્રીજા દિવસે 03.45 વાગે તિરુચિરાપલ્લી પહોચશે. આ રીતે ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ 31 ડિસેમ્બર 2023થી 28 જાન્યુઆરી 2024 સુધી દરેક રવિવારે તિરુચિરાપલ્લીથી 05.40 વાગે ઉપડીને બીજા દિવસે 21.15 વાગે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન અમદાવાદથી ઉપડીને વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઇ રોડ, કલ્પાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, અરાકોણમ, પેરંબુર, ચેન્નઇ એગમોર, તામ્બરમ, ચેગલપટ્ટુ, વિલ્લુપ્પુરમ, કડલુર પોર્ટ, ચિદંબરમ, શીરકષિ, વૈદીસ્વરન કોઇલ, મઇલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર સ્ટોપેજ કરશે. જ્યારે આ ટ્રેન તિરૂચિરાપલ્લીથી અમદાવાદ આવતા રિટર્નમાં ઉપરોક્ત સ્ટેશનો પર સ્ટોપેજ કરશે.

આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ શ્રેણીના કોચ રહેશે. આ ટ્રેનનું બુકિંગ આજે તા. 26 ડિસેમ્બર 2023થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી કરી શકાશે. ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને ટ્રેનની રચના અંગે વિગતવાર માહિતી માટે, રેલવેની વેબસાઈટનો સંપર્ક કરવા જણાવ્યું છે.