Site icon Revoi.in

પશ્ચિમ કેનેડાના જંગલમાં લાગેલી આગને લઈને કટોકટી જાહેર , શહેરો ખાલી કરાવી મોટી સંખ્યામાં સેના તૈનાત કરાઈ

Social Share

 

દિલ્હીઃ- તાજેતરમાં બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં ભારે આગ લાગવાની ઘટના સામે આવી છે જેને લઈને આસપાસના તમામે તમામ વિસ્તારો ખાલી કરાવામાં આવ્યા છએ આ સહીત અહી સેનાની તૈનાતી કરી દેવાઈ છે સાથે જ આગને લઈને દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. આ ઝડપથી ફેલાતી આગને કાબૂમાં લેવા માટે કેનેડાની સરકારે હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ આગ  પશ્ચિમ કેલોવના શહેરની આસપાસના વિસ્તારમાં વિનાશ સર્છેજી રહી . શુક્રવારે મોડી રાત્રે બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ ટ્વિટની શ્રેણીમાં જણાવ્યું હતું કે, “આ વર્ષે, અમે અત્યાર સુધીની સૌથી ખરાબ જંગલી આગનો સામનો કરી રહ્યા છીએ. છેલ્લા 24 કલાકમાં, પરિસ્થિતિ ઝડપથી બગડી છે અને અમે અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં છીએ. ઝડપથી બદલાતા સંજોગોને જોતાં, અમે પ્રાંતીય કટોકટીની સ્થિતિ જાહેર કરી રહ્યા છીએ.

આ સ્થિતિને જોતા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સેના તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે સરકારે લોકોને આગથી પ્રભાવિત વિસ્તારો ખાલી કરવા અપીલ કરી છે જેથી કરીને બચાવ કામગીરીને સરળ બનાવી શકાય. તેણે લોકોને આગથી પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરવા અને આગની તસવીરો લેવા માટે ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે

ઉલ્લેખનીય છે કે કેનેડાની કેન્દ્ર સરકારની સાથે 13 અન્ય દેશો પણ બ્રિટિશ કોલંબિયા સરકારને આગ પર કાબૂ મેળવવામાં મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર ફાયર ફાઈટર ફરજની લાઈનમાં મૃત્યુ પામ્યા છે. સૂકી સ્થિતિ અને તેજ પવનને કારણે આગ પર જલ્દી કાબૂ મેળવવાની આશા ઓછી છે.

જાણકારી અનુસાર શુક્રવારથી 24 કલાકમાં મેકડોગલ ક્રીક વાઇલ્ડફાયર 64 થી 6,800 હેક્ટર વધી ગયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. લગભગ 4,800 લોકોને હવે સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.કેનેડામાં આગની આ પહેલી ઘટના નથી પરંતુ અત્યાર સુધીની સૌથી ગંભીર આગની ઘટના છે. આગથી અત્યાર સુધીમાં લગભગ 1,40,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર તબાહ થઈ ગયો છે.