Site icon Revoi.in

સચિન તેંડુલકરના 50માં જન્મદિવસે તેમને મળશે ખાસ ભેંટ- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે તેમની પ્રતિમા

Social Share

દિલ્હીઃ- ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ ગણાતા સચિન તેંમના 50મા જન્મ દિવસ પર ખાંસ ભેંટ મળવા જઈ રહી છે. જાણકારી અનુસાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મશહુર ક્રિકેટરની નિવૃત્તિના દસ વર્ષ બાદ તેમને આ ખાસ સમ્માન મળવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વાનખેડે સ્ટેડિયમમાં સચિનનું નામ પહેલેથી જ છે. ભારતમાં રમતવીરોની ઘણી પ્રતિમાઓ નથી. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સીકે ​​નાયડુની ત્રણ મૂર્તિઓ અલગ-અલગ સ્ટેડિયમમાં છે. પ્રથમ પ્રતિમા વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં, બીજી આંધ્રમાં અને ત્રીજી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં છે. જો કે, ઘણા ખેલાડીઓ પાસે મીણની મૂર્તિઓ છે અને તેમના નામ પરથી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે સચિન પણ આ લીસ્ટમાં જોડાવા જઈ રહ્યા છે.

જાણકારી પ્રમાણે સચિનની પ્રતિમાનું અનાવરણ તેના 50મા જન્મદિવસે 23 એપ્રિલે અથવા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી શકે છે. સચિને પોતે નક્કી કર્યું છે કે સચિનની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે. આ માટે તે પત્ની અંજલિ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલે પણ સ્ટેડિયમમાં હાજર હતા.

સચિને કહ્યું કે આ મેદાન પર તેની કારકિર્દીની શરૂઆત થઈ અને તેની પાસે ઘણી અવિસ્મરણીય યાદો છે. તેની કારકિર્દીની સૌથી ખુશીની ક્ષણ વર્ષ 2011માં આવી, જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો. સચિને એમ પણ કહ્યું કે તેના કોચ રમાકાંત આચરેકરે આ મેદાન પર તેનામાં ક્રિકેટમાં અલગ રસ જગાડ્યો હતો અને તે આ રમતમાં કારકિર્દી બનાવવા માટે મક્કમ હતા. એટલા માટે આ મેદાન તેમના માટે ખાસ છે અને અહીં પ્રતિમા હોવી એ મારા માટે ખૂબ મોટી વાત છે.