Site icon Revoi.in

રાજકોટમાં ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સધીના BRTSના ભાડાંમાં તોતિંગ વધારો

Social Share

રાજકોટ : શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ કોઈપણ જાહેરાત વિના જ બીઆરટીએસના ભાડામાં વધારો કરી દીધો છે.માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટના ભાડામાં દોઢાથી ડબલ ગણો ભાવ વધારો ઝીંક્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડીનું પહેલા ભાડું 15 રૂપિયા હતું, જે હવેથી વધારી 25 રૂપિયા કરાયું છે. જ્યારે કે, ટૂંકા રૂટનું ભાડું 7 રૂપિયા વસૂલાતું હતું તે 15 રૂપિયા કરાયું છે. આ તોતિંગ ભાડા વધારાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.  છુટા રૂપિયાની રોજ થતી સમસ્યાને લીધે ભાડા વધારોનો નિર્ણય કરાયો હોવાનું સત્તાધિશો કહી રહ્યા છે. આ ભાડાં વધારો બીઆરટીએસમાં રોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે આકરો સાબિત થઈ શકે છે.

રાજકોટ શહેરમાં બીઆરટીએસ સવારી એકાએક મોંઘી બની ગઈ છે. ઓટો રિક્ષા કરતા બીઆરટીએસનું ભાડું વધારે કરી દેવાયું છે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડીના ઓટો રિક્ષામાં હાલમાં 20 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે. જેની સામે બીઆરટીએસમાં 25 રૂપિયા કરાયા છે. માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટની મુસાફરી મોંઘી બની છે.  બીઆરટીએસમાં દરરોજના લાખો લોકો મુસાફરી કરે છે. પરંતું રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને જાહેરાત કર્યા વિના જ ભાડામાં દોઢાથી ડબલ ગણો ભાડાં વધારો કર્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ગણો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડીનું પહેલા ભાડું 15 રૂપિયા હતુ. જેમાં વધારો કરીને 25 રૂપિયા કરી દેવામાં આવ્યુ છે. જ્યારે ટૂંકા રૂટનું ભાડું 7 રૂપિયા વસૂલાતું હતું તે વધારીને 15 રૂપિયા કરાયું છે. આ ભાવ વધારાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, મ્યુનિ.એ છુટા રૂપિયાની રોજ થતી સમસ્યાને લીધે ભાડું વધારો કરવામાં આવ્યાનું કારણ આપ્યું છે. પરંતું બીઆરટીએસમાં સૌથી વધુ અપ-ડાઉન કરતા વિદ્યાર્થી અને નોકરિયાતનું બજેટ ખોરવાયું છે.  મહત્વનું છે કે BRTSમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો મુસાફરી કરે છે. હવે બસના ભાડામાં વધારો કરવામાં આવતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. મ્યુનિ.એ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વિના જ ભાડામાં વધારો કરી દેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.