- ફિજીમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ
દિલ્હીઃ આજરોજ મંગળવારને 18 એપ્રિલે ફિજીની ઘરા ઘ્રુજી ઉટી ભૂંકના અહી જોરદાર આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે ફિજીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
Earthquake of Magnitude:6.3, Occurred on 18-04-2023, 10:01:43 IST, Lat: -22.42 & Long: 179.26, Depth: 569 Km ,Location: 485km S of Suva, Fiji for more information Download the BhooKamp App https://t.co/hKL3mGIslZ @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/PA7VhcIahy
— National Center for Seismology (@NCS_Earthquake) April 18, 2023
ફિજી દક્ષિણ પેસિફિકમાં આવેલો દેશ છે.આ દેશ 300 થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે. આ ભૂકંપ આજરોજ સવારે 10 વાગ્યાની આસપાસ આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીની નીચે 569 કિલોમીટરની ઊંડાઈ પર નોંધવામાં આવ્યું હતું. અત્યાર સુધી, કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.
જો કે આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અહી અનેક વખત ઘરતી ઘ્રુજવાની ઘટનાઓ સામે આવી છે આ બીજી વખત છે કે જ્યારે એક જ અઠવાડિયામાં આ બીજો ભૂકંપ આવ્યો છે.
જો આ પહેલાની વાત કરવામાં આવે તો ગુરુવારે ફિજીમાં રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, તે પહેલા 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં તીવ્ર ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી. જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ઘણા દેશો એવા છે કે જ્યા સતત ભૂકંપ આવવાની ઘચનાઓ સામે આવતી હોય છે.
જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં જમ્ુ કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, મેધાલય સહીતના રાજ્યોમાં પણ સતત ભૂકંના સામાન્ય આંચકાઓ આવતા હોય છએ ત્યારે ગુજરાતનું કચ્છ પણ એમા સામેલ છએ કે જ્યાં અનેક વખત આ પ્રકારના આચંકાઓ આવી ચૂક્યા છે.