Site icon Revoi.in

સોલોમન આઈલેન્ડ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.3ની નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી:સોલોમન આઈલેન્ડ પર મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 હતી.જોરદાર ભૂકંપ બાદ સોલોમન આઈલેન્ડ પર સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.સોલોમનમાં ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા હતા.

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે આવેલા ભૂકંપના આંચકામાં ઘણી મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.ભૂકંપના કારણે અહીં અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા હતા.ભૂકંપની તીવ્રતા 5.6 હતી.અહીં હજુ પણ અનેક લોકો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે.તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.