1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાથી બચાવે તેવા હેલ્મેટની ધો-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી શોધ
કોરોનાથી બચાવે તેવા હેલ્મેટની ધો-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી શોધ

કોરોનાથી બચાવે તેવા હેલ્મેટની ધો-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી શોધ

0
Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને અટકાવવા માટે અને તેનાથી બચવા માટે સતત નવી શોધ થઈ રહી છે. આ દરમિયાન વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતદી અપેક્ષા નામની વિદ્યાર્થિનીએ કોરોના સેફ્ટી હેલમેટની શોધ કરી છે. જે લોકોની સુરક્ષા સાથે મેડિકલ ઈમરજન્સીમાં પણ મદદ કરશે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થિનીએ એક કોરોના સેફ્ટી હેલમેટ બનાવ્યું છે. જે હવામાં વાયરસને સેનેટાઈઝ કરીને ખતમ કરવા સક્ષમ છે. તેણે કહ્યું કે, હેલમેટની એક તરફ આઈઆર સેન્સર લાગેલું છે. સેન્સરની સામે કોઈ પણ ઓબ્જેક્ટ આવશે તો હેલમેટમાં લાગેલા સેનેટાઈઝર ફોગ સિસ્ટમ ઓન થઈ જશે. જેથી સામેવાળી વ્યક્તિને સેનેટાઈઝ કરી શકાશે.

આ ઉપરાંત તેને વાહનની ડેક્કી અથવા હેન્ડલ પર પણ સેટ કરી શકાય છે. જેથી આસપાસ આવનાર વ્યક્તિ ઓટોમેટીક સેનેટાઈઝ થઈ જશે. તેની રેન્જ 3 મીટર જેટલી છે. આ પણ પ્રોટાટાઈપ બનાવ્યું છે. તેને બનાવવામાં રૂ. 1500 જેટલો ખર્ચ થયો છે. ડિવાઈસને બ્લુ ટુથ સાથે એટેચ કરીને એક તબીબનો નંબર પણ નાખી શકાય છે. જે મેડિકલ ઈમરજન્સીમાં કામ આવશે. હેલ્મેટ એક કલાક ચાર્જ કરવાથી બે દિવસ સુધી કામ કરવા સક્ષમ છે.

આને બનાવવા માટે નકામા રમકડાંના પાર્ટસ, રિલે, આઈઆર સેન્સર, 9 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરાયો છે. આઈઆઈટી બીએચયુ કે સ્કૂલ ઓફ બાયોમેડિકલ ઈન્જીનીયરિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. માર્શલ ધયાલએ જણાવ્યું કે, આ સારો આઈડિયા છે. આ હેલમેટ કોરોના કાળમાં હોસ્પિટલમાં ડોકટરની આસપાસ હવામાં ફેલાયેલા વાયરસને ખતમ કરવામાં કામ આવી શકે છે. આને ફેસ શીલ્ડની જેમ ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થિનીએ સારો પ્રયાસ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code