1. Home
  2. ગુજરાતી
  3. અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવતો હતો, વિસ્ફોટ થતાં તેની હાલત ગંભીર
અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવતો હતો, વિસ્ફોટ થતાં તેની હાલત ગંભીર

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવતો હતો, વિસ્ફોટ થતાં તેની હાલત ગંભીર

0
Social Share

લખનૌઃ અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ટુકડા પણ વાગ્યા હતા. વિદ્યાર્થી પીસીબીના આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. કર્નલગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટ બાદ આજુબાજુમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓની મદદથી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

મીડિયા અહેવાલો અનુસાર, પીસી બેનર્જી હોસ્ટેલમાં રહેતો એક વિદ્યાર્થી કથિત રીતે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટને કારણે તેના જમણા હાથ પર ખરાબ રીતે ઘાયલ થયો હતો. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (શિવકુટી) રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું, કે અલ્હાબાદ યુનિવર્સિટીમાં એમએનો વિદ્યાર્થી પ્રભાત યાદવ પીસી બેનર્જી હોસ્ટેલમાં રહે છે અને તે કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો જ્યારે અચાનક વિસ્ફોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે ફરિયાદના આધારે પોલીસ પ્રભાત યાદવ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે. જો કે પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. અલાહાબાદ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. ઘણા વિદ્યાર્થી જૂથો પર હોસ્ટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code