Site icon Revoi.in

‘હર ઘર તિરંગા’ને લીધે માગ વધતા સુરતની એક કંપનીને 50 લાખ તિરંગા બનાવવાનો મળ્યો ઓર્ડર

Social Share

સુરતઃ રાષ્ટ્રીય પર્વ ગણાતા 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહયા છે. ત્યારે તિરંગા રાષ્ટધ્વજની વધતી માગને પહેંચી વળવા માટે સુરતની કાપડ મિલોને તિરંગા બનાવવાના મોટા ઓર્ડર મળી રહ્યા છે.  શહેરના પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

ગત વર્ષે 15 ઓગસ્ટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’નું અભિયાન જોવા મળ્યું હતું. આ અભિયાનને પગલે દરેક ઘરે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવેલો જોવા મળ્યો હતો. આ વખતે પણ આવું જ એક અભિયાન આવી શકે છે તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરતની એક કંપનીને રાષ્ટ્રધ્વજ બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે. ગત વર્ષે દેશના વડાપ્રધાને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું. જેને લઇ સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં ગત 75 કા આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયુ હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. ત્યારે આ વર્ષે પણ લોકોમાં તેટલા જ ઉત્સાહમાં રાષ્ટ્રભક્તિનો પ્રેમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ લોકો ઘરે-ઘરે તિરંગાઓ લહેરાવશે. તેમ સુરતના કાપડ વેપારીને તિરંગાના મળી રહેલા ઓર્ડર પરથી લાગી રહ્યું છે અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સ્વાતંત્ર પર્વની લોકો ઉત્સાવે ઉજવણી કરશે.

સૂત્રોએ જમાવ્યું હતું કે, સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ માટે સુરત નવું રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરતના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. જેની માટે વેપારીએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.