- કોરોનાના કેસમાં ફરી ઉછાળો નોંધાયો
- છેલ્લા 24 કાલકમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા
દેશભરમાં કોરોનાના કેસોમાં વઘઘટ જોવા મળી રહી છે ત્યારે 3 દિવસ બાદ ફરી એક વખત કોરોનાના કેસે 17 હજારનો આકંડો પાર કર્યો છે ,છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પરથી અંદાજો લગાવી શકાય છે કે ફરી કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિાનુ કુલ 17 હજાર 135 નવા કેસો સામે આવ્યા છે જે વિતેલા દિવસની સરખામણીમાં ઘણા વધુ છે.નવા કેસોમાં 24.7 ટકાનો ઉછાળો આવ્યો છે.
જો દેશભરમાં સક્રિય કેસોની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 1 લાખ 37 હજારથી વધુ કેસ જોવા મળે છે.આ સાથે જ કોરોનામાંથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 47 લોકોના મોત પણ થયા છે.
છેલ્લા 24 કલાકમાં 19 હજાર 823 લોકોએ કોરોનાને માત આવી છે અને કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 43, 403, 610 લોકો કોરોનાથી સાજા થયા છે. ત, અત્યાર સુધીમાં કુલ 567, 477 લોકોના મોત થયા છે. જો દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વિશે વાત કરીએ તો અત્યાર 24 કલાકના ગાળામાં કુલ23,49,651 રસીકરણ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં કુલ 2,04,84,30,732 રસીકરણ કરવામાં આવ્યું છે.