- ભારતીયોની હાઈટમાં થયો ઘટાડો
- વિશ્વમાં અન્ય લોકોની હાઈટ વધી
- ભારતીય પુરૂષો માટે ચીંતાનો વિષય
તાજેતરમાં જ નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે દ્વારા સર્વે કરવામાં આવ્યો,આ સર્વેમાં હાઈટને લઈને ડેટા બહાર જાહેર કરવામાં આવ્યો. આ ડેટાના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતીય નાગરિકોની હાઈટ પહેલા કરતા ઘટી રહી છે. આ ડેટામાં 1998થી 2015 સુધીનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં તેને ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિશ્વના લોકોની સરેરાશ હાઈટ વધી છે. પરંતુ, ભારત સાથે ઉલટું થઈ રહ્યું છે અને ભારતીયોની સરેરાશ હાઈટ ઘટી રહી છે. હા, જ્યાં વિશ્વના લોકો થોડા ઊંચા થઈ રહ્યા છે. પરંતુ ભારતમાં આવું નથી અને આપણા લોકો નીચા થઈ રહ્યા છે. એટલે કે, અગાઉ જો સરેરાશ લંબાઈ 5 ફૂટ 6 ઈંચ હતી તો હવે તેમાં ઘટાડો થયો છે
આ સંશોધનમાં નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેના ડેટાની તપાસ કરવામાં આવી છે. આમાં 15-25 અને 26-50 વય જૂથ પર ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંશોધનનું નામ ટ્રેડ ઓફ એડલ્ટ હાઈટ ઈન ઇન્ડિયા ફ્રોમ 1998 ટુ 2015 છે.
જો આપણે ભારતીય પુરુષોની હાઈટની વાત કરીએ તો 15થી 25 વર્ષની વયજૂથમાં 1.10 સેમીનો ઘટાડો થયો છે, જ્યારે 26 થી 50 વર્ષની વયના લોકોની હાઈટ 0.86 સેમી ઘટી છે. આ ખૂબ મોટી ખામી માનવામાં આવે છે અને ચિંતાજનક પણ છે. ખરેખર,હાઈટનો અભાવ તેને પોષણ વગેરે સાથે જોડીને પણ જોવા મળે છે.
આ સંશોધનમાં 15-25 અને 26-50 વય જૂથના બે વયજૂથ હતા. જો આપણે મહિલાઓની વાત કરીએ તો 15-25 વર્ષ સુધી મહિલાઓની હાઈટમાં ઘટાડો થયો છે અને આ ઘટાડો 0.12 સેન્ટિમીટર છે. પરંતુ 26થી 50 વય જૂથની મહિલાઓની હાઈટમાં 0.13 સેમીનો વધારો થયો છે. આ એકમાત્ર વર્ગ છે જેની હાઈટ વધી છે, અન્યથા પુરુષોની દરેક શ્રેણીમાં ઘટાડો થયો છે.