ઘરગથ્થુ વપરાશ ખર્ચ અંગે સર્વે કરાશે, જીવનધોરણ-સામાજિક વપરાશ-કલ્યાણ અંગે આંકડાકીય સૂચકાંકો પણ સંકલિત કરાશે
નવી દિલ્હીઃ ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક સેમ્પલ લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરતા વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર ડેટા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણો હાથ ધરે છે. ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (HCES) એક વર્ષના સમયગાળા માટે હાથ ધરવામાં આવશે.
સર્વેક્ષણમાં એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ મુખ્યત્વે ગ્રામીણ અને શહેરી ભારત માટે ગ્રાહક ભાવ સૂચકાંકોના સંકલન માટે કુલ વપરાશમાં વિવિધ કોમોડિટી જૂથોના અંદાજપત્રીય હિસ્સાના નિર્ધારણ દ્વારા વેઇટીંગ ડાયાગ્રામ તૈયાર કરવા માટે કરવામાં આવશે. વધુમાં, સર્વેક્ષણમાં એકત્રિત કરવામાં આવેલા ડેટાથી જીવનધોરણ, સામાજિક વપરાશ અને કલ્યાણ અને તેમાંની અસમાનતાના આંકડાકીય સૂચકાંકો પણ સંકલિત કરવામાં આવશે. ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (HCES) ના સર્વેક્ષણનો સમયગાળો 10 પેનલમાં વિભાજિત કરવામાં આવશે, દરેક ત્રણ મહિનાના સમયગાળાનો રહેશે. આ દરેક પેનલમાં સમગ્ર સર્વેક્ષણ સમયગાળા દરમિયાન સેમ્પલ FSU ના સમાન પ્રસારને સુનિશ્ચિત કરવાના ઉદેશ્ય થી સર્વે માટે સમાન સંખ્યામાં સેમ્પલ ના પ્રથમ તબક્કાના એકમો (FSUs) ને ફાળવવામાં આવશે.
દરેક પેનલનો સમયગાળો ત્રણ મહિનાનો રહેશે. આ સર્વેક્ષણ આંદામાન અને નિકોબાર ટાપુઓના ગામો, કે જ્યાં પહોંચવું મુશ્કેલ છે તેવા ગામડાઓ સિવાય સમગ્ર ભારતમાં કરવામાં આવશે. સર્વેના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય, આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના કર્મચારીઓ જેઓ ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં સર્વે કરશે, એમના માટે ત્રિ-દિવસીય કોન્ફરન્સ 20મી જુલાઈ, 2022થી અમદાવાદ ખાતે યોજાશે.
(Photo-file)