રાજ્યમાં કોરોના વેક્સિનને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આવતીકાલથી થશે સર્વે- 50 વર્ષની ઉપરના લોકોની યાદી તૈયાર કરાશે
- રાજ્યમાં કોરોના વેક્સિનને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે
- 10 ડિસેમ્બરથી રાજકોટમાં થશે સર્વે
- 50 વર્ષથી મોટી ઉમરના ગંભીર બિમારી ઘરાવતા લોકોની યાદી બનાવાશે
- 16 તારીખ સુધી રાજ્યને આ યાદી જમા કરાવાની રહેશે
અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વેક્સિનને લઈને હવે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરતામાં પણ હવે કોરોના વેક્સિનને ઘર ઘર સુધી પહોંચાડવા માટેની કવાયતની આરંભની કાર્યવાહી આવતી કાલથી શરુ કરવામાં આવશે.
આ વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમની માહિતી એકત્ર કરીને યોદી બનાવાનું કહેવામાં આવ્યું છે.
આવતીકાલે 10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર પ્રમાણે વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત એકત્ર કરવાની કવાયત હાથ ઘરાશે, આ સાથે જ રાજ્યના અનકે શહેરોની મહાનગરપાલિકા ઓ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ લોકોના ઘરે-ઘરે જઈને આ રીતે સર્વે હાથ ઘરવામાં આવશે જે હેઠળ કોરોના વેક્સિન આપવા માટેની એક ખાસ યાદી બનાવવાનું કાર્ય કરાશે.
મળતી માહિતી પ્રમાણે આ સર્વેની કામગીરી કરવાનું કાર્ય આવતીકાલથી શરુ કરાશે, જેમાં ટીમ દ્વારા તમામ લોકોના ઘરે જઈને 50 વર્ષથી મોટી ઉંમરના લોકો તથા 50 વર્ષથી નાની ઉમરના હોય તેવા અને કેન્સર તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડીત લોકોની એક જુદી યાદી બનાવવામાં આવશે.
16 ડિસેમ્બર સુધીમાં આ તમામા યાદીઓ રાજ્ય સરકારને સોંપવાની રહેશે, જો કે આ પહેલા પણ કોરોના માટેના અનેક સર્વે થઈ ચૂક્યા છે,જો કે ત્યારે તમામ ઘરે ટીમ ન પહોંચવાની ફરીયાદો હતી જેને લઈને ફરીથી આ સર્વે કરવામાં આવશે જ
આવતી કાલથી રાજકોટમાં શરુ થશે સર્વે
ઉલ્લેખનીય છે, રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધુ જોવા મળ્યા હતા,હવે જ્યારે કોરોનાની વેક્સિન આવશે ત્યારે સૌ પહેલા રાજકોટના 13 હજારથી વધુ ડોક્યર્સ, નર્સ સહિતના ખાનગી અને સરકારી હેલ્થ વર્કરને આ વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરવામાં આવશે, ત્યાર બાદ બીજા 50 વર્ષથી મોટી ઉંમરના અને ગંભીર બિમારી ઘરાવતા લોકોને વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરાશે,
સાહિન-