અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રાંત દ્વારા સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય, દાંતીવાડા, બનાસકાંઠા ખાતે બે દિવસીય ગુજરાત પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં યોજાયો હતો. બે દિવસ દરમિયાન પ્રશિક્ષર્થીઓને સ્વદેશી ચળવળ અને તેના ઉદ્દેશ્યો, કૃષિ-પર્યટન,પ્રચાર પ્રસાર દ્વારા સંસાધન એકત્રીકરણ, ઈ-કોમર્સ રિટેલ બજાર સુરક્ષા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મુખ્ય સરકારી યોજનાઓ સહિત વિવિધ વિષયો પર પ્રબુદ્ધ કરવામાં આવ્યા હતા.
કાશ્મીરી લાલ જી, રાષ્ટ્રીય સંગઠક સ્વદેશી જાગરણ મંચ મુખ્ય વક્તા અને મનોહર લાલજી અગ્રવાલ, ગુજરાત પ્રદેશ સંગઠકના માર્ગદર્શનમાં યોજાયેલા વર્ગમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાંથી 221થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.એમ. ચૌહાણની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક વર્ગ પૂર્ણ થયો હતો.
પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગનો પ્રાથમિક ઉદ્દેશ્ય યુવાનોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરવાનો હતો અને તેમને નોકરી શોધનારાઓને બદલે નોકરી આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ના આદર્શો પર ભાર મૂકતા સહભાગીઓને તેમના સંબંધિત જિલ્લામાં યુવાનોને સ્વાવલંબી બનાવવા સારું સશક્તિકરણ કરવાનો હતો. બે દિવસ દરમિયાન પ્રશિક્ષર્થીઓને સ્વદેશી ચળવળ અને તેના ઉદ્દેશ્યો, કૃષિ-પર્યટન,પ્રચાર પ્રસાર દ્વારા સંસાધન એકત્રીકરણ, ઈ-કોમર્સ રિટેલ બજાર સુરક્ષા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મુખ્ય સરકારી યોજનાઓ સહિત વિવિધ વિષયો પર પ્રબુદ્ધ કરવામાં આવ્યા હતા.
પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગનું સમાપન સહભાગીઓ માટે આત્મનિર્ભરતાના સિદ્ધાંતો અને સંબંધિત પહેલોને લોકોમાં પ્રસારિત કરવાના આહવાન સાથે પૂર્ણ થયું હતું, જેનાથી પાયાના સ્તરે આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે.