- 30 લાખનું વેચાઈ રહ્યું સ્વેટર
- લાખોનું સ્વેટર જોઈને લાગશે નવાઈ
વિશ્વમાં ઘણુ અજૂગતુ જાણવા સાઁભળવા મળતું હોય છે, લાખોની કિમંતની સામાન્ય વસ્તુઓ જોઈને સૌ કોઈને નવાઈ પણ લાગે છે, આવી જ એક વાત છે સ્વેચરની ,જેની કિમંત સાંભળીને સૌ કોઈને ચોક્કસ નવાઈ તો લાગશે જ, દુનિયામાં એવો કોણ હશે જેને કપડાં પહેરવાનું પસંદ ન હોય? મોટાભાગના લોકો તેમની પસંદગીના કપડાં પહેરવા માટે કોઈપણ રકમ ખર્ચવામાં ડરતા નથી. આ દિવસોમાં આવા લોકો માટે એવા સ્વેટર બજારમાં આવ્યા છે, જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.
આ સ્વેટર એક એક ખાસ ક્રિસમસ જમ્પર છે. આ સ્વેટરની કિંમત સાંભળીને ઘણા લોકોના હોશ ઉડી ગયા હતા. પરંતુ ખરેખરમાં પણ આવા સ્વેટર વેચાઈ રહ્યા છે.
આ ક્રિસમસ જમ્પરને બનાવવામાં લગભગ 3 હજાર કલાકનો સમય લાગ્યો હતો. આર્ટિસ્ટ એડન લિબાને તેને બનાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 33 વર્ષીય એડને આ અદ્ભુત સ્વેટર બનાવવામાં પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. કુલ 7 લાખ રૂપિયામાં તેણે જમ્પર તૈયાર કર્યું છે. જમ્પરમાં જે રેંડિયર બનાવ્યું છે તેને ડાયમંડ એનક્રસ્ટેડ સિલ્વર સ્ટાર્સથી સજાવવામાં આવ્યું છે, જેથી તેની કિંમત લાખોમાં બોલાઈ રહી છે.
જમ્પર 24 કેરેટ સોનાના દોરા સાથે ઇટાલિયન સિલ્કથી વણાયેલું છે અને આ આખા જમ્પરમાં હજારો સ્વારોવસ્કી સ્ફટિકો જડેલા છે. આ ક્રિસમસ જમ્પર વિશ્વનું સૌથી મોંઘું વેચાતું સ્વેટર હશે. તે ખૂબ જ મૂલ્યવાન વસ્તુઓથી શણગારવામાં આવે છે. હવે આ સ્વેટર વેચાય તેની રાહ જોવાઈ રહી છે, જેથી તેમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કોઈ ઉમદા હેતુ માટે થઈ શકે.
આ પહેલા પણ એક લાખોની કિમંતનું જમ્પર ટિપ્સી એલ્વેસ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હતી. જમ્પર બનાવનાર એડન કહે છે કે તેણે વર્ષ 2020માં આવા ગ્લેમરસ જમ્પર બનાવવાનું વિચાર્યું હતું. છેવટે, તેણે આ જમ્પર પોતાના હાથથી બનાવ્યું છે. આ જમ્પર ખૂબ જ નરમ છે અને હીરાથી શણગારેલું ચમકદાર પણ છે. આ સ્વેટરમાંથી મળેલી રકમ નેશનલ હેલ્થ સર્વિસને દાનમાં આપવામાં આવશે.