1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપ સરકારની નિષ્ફળતા સામે શનિવારે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન
ભાજપ સરકારની નિષ્ફળતા સામે શનિવારે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન

ભાજપ સરકારની નિષ્ફળતા સામે શનિવારે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ખાડે ગયેલું અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરને શનિવારે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં 14 કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર – કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનુ સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. 20 થી 24 વય જુથના 42 ટકા યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે 2,30,000 થી વધુ લઘુઉધોગો બંધ પડી ગયા, કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા. આમ એકંદરે લોકો ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારીનો બેવડો માર સહન કરવા મજબુર બન્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 4,36,663 કરતાં વધુ શિક્ષિત અને 23433 અર્ધશિક્ષિત એટલે કે 458976 નોંધાયેલા બેરોજગાર યુવાનો જ્યારે ન નોંધાયેલા 40 લાખ કરતાં પણ વધુ યુવાનો રોજગાર માટે રાહ જોઈને બેઠા છે. જ્યારે ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં 4.50 લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ખેતર વિનાનું ખેડૂત, ગ્રામસેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડોક્ટર વિનાનુ દવાખાનુ એ ભાજપની ઓળખ છે. 15-15 વર્ષથી લાયબ્રેરીયનોની ભરતી કરવામાં આવી નથી અને વાત કરે છે “વાંચે ગુજરાત” ની ? 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરીક શિક્ષણના શિક્ષકો – અધ્યાપકોની ભરતી કરવામાં આવી નથી અને ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરે છે. “રમશે ગુજરાત” ની ? ચિત્ર – સંગીત – કળાના શિક્ષકોની 15 વર્ષ કરતાં વધુ સમયથી ભરતી જ થઈ નથી અને વાત કરે છે કળા સંસ્કૃતિની ? 24000 કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, 47000 જેટલાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષક બનવા રાહ જુએ છે, 1 લાખ પીટીસીના પાસ ઉમેદવારો બેરોજગાર છે, શુ આ રીતે ભણશે ગુજરાત ? આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોનો લાગણીને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી બપોરના 12-00 કલાક સુધીનું સાંકેતિક બંધનું આહવાહન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, “બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજ બરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code