Site icon Revoi.in

અરવલ્લીમાંથી ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે 1.5 લાખ ખેલાડીઓ ભાગ લે તેવો લક્ષયાંક

Social Share

અરવલ્લી: દરવર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખેલ મહાકુંભને લઈ રજીસ્ટ્રેશન ઓપનિંગના કાર્યક્રમને અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ગૃહ વિભાગ તથા સ્પોર્ટ્સ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લો મૂક્યો હતો, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર, જિલ્લા સીનીયર કોચ, રમતગમત અધિકારી સહિત રાષ્ટ્રીય રમતવીરો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભની વિવિધ 29 રમતો 4 વિભાગોમાં યોજાતી હોય છે,જેમાં અંડર 11માં એથ્લેટીક્સ રમતો જયારે અંડર 14, 17 અને 17થી ઉપરના ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, ઇનડોર, આઉટડોરની કુલ 29 જેટલી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે, જેના માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે ગુજરાતભરમાંથી 50 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થાય તેવો ટાર્ગેટ છે જ્યારે અરવલ્લી જિલ્લામાં 1.5 લાખ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લે તેવો લક્ષયાંક છે.