Site icon Revoi.in

શું તમને ખબર છે? શિવજીના પૂત્ર દ્વારા સમુદ્રમાં બનાવવામાં આવેલું આ શિવમંદિર દિવસમાં બે વાર ડૂબી જાય છે

Social Share

શિવજીનો મહિમાં અને તેમની ભક્તિ કરનાર ભક્તને તો આ વિશે કદાચ ખબર હશે કે ભારતમાં શિવજીના કેટલા મંદિર છે અને કયા મંદિરનું કેવું સત છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે શિવજીના પૂત્ર દ્વારા એક મંદિર એવું પણ બનાવવામાં આવ્યું છે કે જે એક જ દિવસમાં સમુદ્રમાં બે વાર ડૂબી જાય છે.

આ મંદિર અરબ સાગરના બીચ કેમ્બે તટ પર બનેલું છે. જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ પ્રકારે ડૂબવાથી અને ડૂબ્યા બાદ ફરી પ્રગટ થવાની ઘટનાને જોવા વિદેશથી પણ પર્યટકો આવે છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાવે કાવી-કંબોઇના નામે ગામમાં છે.

આ પ્રાચીન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તરના ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી-ઓટના દિવસોમાં 2 વાર આ મંદિરને પોતાના જળમાં સમાહિત કરી લે છે અને થોડીવાર પછી ફરીથી શિવલિંગ જોવા મળે છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું. શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.