Site icon Revoi.in

શ્રીનગરમાંથી અલ-બદર આતંકી સંગઠન સાથે જોડાયેલ એક આતંકી ઝડપાડો, હથિયાર સહીત અનેક ગુનાહીત સામગ્રી ઝપ્ત

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે સ્થાનિક લોકોને પણ આતંકી સંગઠનો દ્રારા ઉકસાવીને આતંકી ગેંગમાં સામેલ કરવા જેવી ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને આતંકવાદની નજર દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીર પર રહેલી છે જો કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ સેનાના જવાનો સતત આતંકવાદી પ્રવૃત્તિઓને નાબૂક કરવાના પ્ર.ત્નમાં સફળતા મેળવી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે શ્રીનગરમાં સેનાના જવાનોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણેશ્રીનગર પોલીસે શનિવારના રોજ શહેરના બટમાલૂ વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-બદર સાથે જોડાયેલા એક સંકર આતંકવાદીની ધરપકડ કરી હતી.

એટલું જ નહી આ ઝડપાેલા આતંકી પાસેથી તે20 જીવતા રાઉન્ડ સાથે એક પિસ્તોલ અને 2 મેગેઝીન સહિત હથિયારો અને દારૂગોળો સહિત ગુનાહિત સામગ્રી મળી આવી હતી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર આ પકડી પાવામાં આવેલાઆતંકવાદીની ઓળખ પુલવામાના રાજપુરાના રહેવાસી અરફત યુસુફ તરીકે થઈ છે.  પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે પોલીસ ટીમે અરફત યુસુફની ધરપકડ કરી છે.

સાથે જ આ અગાઉ પણ આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુસુફ દક્ષિણ કાશ્મીર રેન્જમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો અને તે નાપાક મનસૂબા સાથે શ્રીનગર આવ્યો હતો. પોલીસ તેના પર નજર રાખી રહી હતી, કોઈ મોટી ઘટના બને તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. UAPA સહિત વિવિધ કલમો હેઠળ બટામાલુ પોલીસ સ્ટેશનમાં આતંકવાદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલી રહી છે.