ગાંધીનાગરઃ સમાજમાં ઘણા લોકો એવા પણ હોય છે કે, તેમને વારસામાં નિદ્રાસન મળેલું હોય છે. એવા લાકોને ગમે ત્યાં કોઈપણ કામ કરતા વખતે પણ ઊંઘ આવી જતી હોય છે. ગાંધીનગરના માણસા તાલુકાના રિડ્રોલ ગામે એક બંધ મકાનમાં ચોર ચોરી કરવા માટે ઘૂંસ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ બેડ જોઈને કડકડતી ઠંડીમાં થોડીવાર સુવાનું મન થઈ ગયું. અને તસ્કર જોતજોતામાં ઘસઘસાટ ઊંધી ગયો અને સવાર પડી ગઈ, બીજીબાજુ મકાન માલીક સવારે પોતોના ઘેર આવીને દરવાજો ખોલીને અંદર પ્રવેશી જોયુ તો કોઈ બેડ પર ઘસઘસાટ ગાઢ નિંદરમાં હતું. આખરે આડોશી-પાડોશી ભેગા થઈ ગયા અને પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો દોડા આવ્યો હતો. અને તસ્કરને પકડી લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના માણસા તાલુકામાં રિડ્રોલ ગામે ચોરીની અજીબ ઘટના બની હતી. શિયાળાની ઠંડીમાં ચોરીનું પ્રમાણ વધી જતું હોય છે, પરંતુ એક ચોરને જ એટલી બધી ઠંડી લાગશે તેવુ ક્યારેય વિચાર્યુ ન હતું. ગાંધીનગરના માણસા તાલુકાના રીદ્રોલમાં રાત્રે ચોરીના ઈરાદે બંધ મકાનનું તાળું તોડીને તસ્કર અંદર પ્રવેશ્યો હતો. જોકે, ઠંડીની રાત્રિ દરમિયાન નિરવ શાંતિ વચ્ચે બેડ પડેલો જોઈને તસ્કરને થોડીવાર સુવાનું મન થઈ ગયું હતું અને તે ઘસઘસાટ ઊંધી ગયો હતો.
સવારે મકાન માલિકે દરવાજો ખોલતાં જ ચોર ટુટયું વાળીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં ચોર મળી આવ્યો હતો. મકાન માલિકે ચોરને પોલીસના હવાલે કર્યો હતો. જોકે, રાત્રિ દરમિયાન ચોરે ઘરનો તમામ સર સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. તિજોરીનું તાળું પણ તોડી નાંખ્યું હતું. જો કે ઊંઘ આવતી હોવાથી ચોર શિયાળાની આકરી ઠંડીમાં ઘરનાં ઓરડામાં જઈને બેફિકર થઈને સૂઈ ગયો હતો.