Site icon Revoi.in

હરિયાણામાં એક ચોરનું હૃદય પરિવર્તનઃ ચોરી કરેલી કોવડ-19 વેક્સિનનો જથ્થો પરત મુકી માગી માફી

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. હરિયાણાની જીંદની હોસ્પિટલમાંથી તાજેતરમાં કોરોનાની રસીનો જથ્થો ચોરાયો હતો. જેથી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન અજાણ્યો શખ્સ પોલીસ સ્ટેશનની પાસે કોરોના રસીનો જથ્થો ભરેલી બેક મુકી ગયો હતો. એટલું જ નહીં એક ચિઠ્ઠી લખી હતી. જેમાં કહ્યું હતું કે, મને માફ કરશો, મને ખબર ન હતી કે આ કોરોનાની વેક્સિન છે. ચોરની ચિઠ્ઠીવાંચીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જીંદની સિવિલ હોસ્પિટલમાં તાતેજરમાં ચોરી થઈ હતી. હોસ્પિટલમાંથી 1270 કોવશીલ્ડ અને 440 કોવાક્સિનના જથ્થાની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને બે લોકો સીસીટીવી ફૂટેજમાં ચોરી કરતા જોવા મળ્યા હતા, જેમની ઓળખ કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત તેજ બનાવી હતી. દરમિયાન આજે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસ સ્ટેશનની પાસે આવેલી ચાની કીટલી ઉપર મોટરસાઈકલ ઉપર આવેલો એક શખ્સ બેગ મુકીને જતો રહ્યો હતો. પોલીસે અંદર તપાસ કરતા કોરોના રસીના 622 ડોઝ મળી આવ્યાં હતા. પોલીસને એક ચિઠ્ઠી પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મને માફ કરો. ખબર નહોતી કે આમાં કોરોનાની વેક્સિન છે. ‘હવે પોલીસ બાકીની વેક્સિન રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.