અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું
અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા આયોજીત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ડો. અંકિત શાહ દ્વારા “How Global Market Forces Will Face De-globalisation and a Finacial Reset” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસો. ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ એશિયાઈ સુરક્ષા અને વિદેશ નીતિના નિરીક્ષક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની સેક્રેકટરીનો અભ્યાસ ઉપરાંત પીએચડીના પદવિધારક લેખક ડો. અંકિત શાહ દ્વારા વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું. ડો. શાહ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્ય કરી ચુકેલ છે, જેમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, આઈસીએઆઈ, જીએનએલયુ અને આઈઆઈએમ અમદાવાદ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ડો.અંક્તિ શાહે જણાવ્યું કે, આપણી વિડંબના છે કે, ભારત છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીરની ભૂમિ હોવા છતા આપણી પાસે તેમની જીવન પદ્ધતિ, વિચારો અને મૂલ્યોનું પદ્ધતિસરનું દસ્તાવેજીકરણ નથી અને તેનું કારણ અંગ્રેજી શાસન દરમિયાન ધ્વંસ કરવામાં આવેલા ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ છે. ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિ હતી, તેના બદલે અંગ્રેજોએ ક્લાક રૂમ મોડલ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે શાળામાં કંપનીમાં ગુલામી કરવા માણસ તૈયાર થઈ રહ્યાં છે, જેની વર્ગખંડથી કંપની કાર્યાલયમાં હેરાફેરી કરવામાં આવે છે. આખી શિક્ષણ પ્રક્રિયાને વક્તાએ ‘Slave Making’ અને ભારતીયોને ઈન્ડિયન બનાવવાની બાબત ગણાવી, તેના પરિણામ સ્વરૂપ આપણા દેશની કુલ સંપત્તિનો 90 ટકા હિસ્સો દેશના 5 ટકા લોકો પાસે છે, તેમજ દેશવાસીઓ પોતાના ગૌરવાંતિક કરતા પ્રાચીન ભારતની બાબતો ભુલાવી ચુક્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું અને વિદેશીઓ ભારતની શોધમાં આપણા દેશમાં આવ્યા હતા અને આપણા માથે ઈન્ડિયા નામનું લેબલ લગાવી ગયા. આમ ઈન્ડિયા 400 વર્ષથી અંગ્રેજી શાસન અને ભારતીયોનું ગુલામીનું ચિન્હ છે.
તેમણે સમજાવ્યું કે, કેવી રીતે અમેરિકાએ ડોલરને શસ્ત્ર બનાવી અન્ય દેશો પર એકહથ્થુ રાજ કરતું રહ્યું, જેમાં તેણે યુએન, વર્લ્ડ બેંક અને આઈએમએફનો ઉપયોગ કરીને લગભગ બધા જ દેશોને દેવાની જાળમાં ધકેલી દીધા, તેમનું કહેવુ હતું કે, ભારતનો વિકાસ રૂંદાયા કરે, તે માટે વર્ષ 1947થી જ તેવા પ્રકારના તંત્રની રચના કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ પ્રતિભાશાળી ભારતીયો દેશ છોડીને જતા રહે અને દેશ અનામત કોટા તેમજ ઝઘડા અને તોફાનમાં ફસડાઈ પડે. આ ઉપરાંત તેમણે ચીન દ્વારા માલ-સામાન પડતર કિંમતથી પણ ઓછી બજાર કિંમત રાખવાની રમત અને ગમિત, દક્ષિણ એશિયાઈ દેશોના પડીશો દેશો સાથેના સરહદી વિવાદ, જી20 શિખર સંમેલન અને વર્ષ 2023ના કેટલાક મહત્વના મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી.