- ન્યુઝીલેન્ડમાં મંગળવારે મધરાતથી દેશવ્યાપી લોકડાઉન
- ઓકલેન્ડ અને કોરોમંડલમાં સાત દિવસનું લોકડાઉન
- 6 મહિના પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડમાં આવ્યો કોરોનાનો કેસ
દિલ્હી :દુનિયાના અન્ય દેશોની તુલનામાં ન્યુઝીલેન્ડ કોરોના વાયરસને લઈને ખૂબ જ ગંભીર છે. આ એટલા માટે કહી શકાય કારણ કે,ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે કોરોના વાયરસનો કેસ નોંધાયાની સાથે જ ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે સમગ્ર દેશમાં કડક લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે.
ન્યુઝીલેન્ડમાં મંગળવારે મધ્યરાત્રિથી દેશવ્યાપી લોકડાઉન લાગુ થશે. જોકે, ઓકલેન્ડમાં સાત દિવસ સુધી લોકડાઉન જારી રહેશે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને 5 મિલિયનની ટીમ એટલે ન્યુઝીલેન્ડની વસ્તીથી નવીનતમ મહામારીને ખત્મ કરવાની કોશિશમાં ખુબ જ મહેનત અને લોકો પાસેથી જલ્દી સહયોગની અપીલ કરતા વહેલા અંતની અપીલ કરી છે.
ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ રીતે, કોરોનાનો પહેલો કેસ અહીં છ મહિના પછી આવ્યો. જો કે, આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, કોવિડના કેસ અને તેની સીમા અથવા આઇસોલેશન સાથેના સંબંધ વિશે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.
ન્યુઝીલેન્ડ પણ અન્ય વિકસિત દેશોની તુલનામાં તેની વસ્તીને રસી આપવામાં ધીમી રહી છે, જે તેને ફાટી નીકળવાની સંવેદનશીલ બનાવે છે. માત્ર 32% લોકોને ઓછામાં ઓછી એક માત્રા મળી છે જ્યારે 18% ને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. મહામારીની શરૂઆતથી ન્યૂઝીલેન્ડમાં કોરોનાને કારણે માત્ર 26 લોકોના મોત થયા છે.