1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વોટ્સઅપ હેક કરીને રૂપિયા પડાવતો ઠગ MPથી પકડાયો
વોટ્સઅપ હેક કરીને રૂપિયા પડાવતો ઠગ MPથી પકડાયો

વોટ્સઅપ હેક કરીને રૂપિયા પડાવતો ઠગ MPથી પકડાયો

0
Social Share
  • કોલેજ યુવતીઓના વોટ્સઅપ હેક કરી તેના મિત્રો પાસેથી ઠગ રૂપિયા માગતો હતો,
  • ગુજરાતમાં 100થી વધુ યુવતીઓના વોટ્સઅપ હેક કર્યા હતા,
  • સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેન્ક એકાઉન્ટના આધરે ઠગને દબોચી લીધો

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી સાબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટ કે કોઈ નવી તરકીબો અપનાવીને લોકોના બેન્કના ખાતા ખાલી કરી નાંખતા હોય છે. ત્યારે કોલેજના ભણતી યુવતીઓના વોટ્સએપ હેક કરીને યુવતીઓના સગા-સંબધીઓ અને મિત્રો પાસે મેસેજ કરીને રૂપિયા માગતો ઠગને સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે મધ્યપ્રદેશમાંથી દબોચી લીધો છે. સ્ટેટ સાયબર ક્રાઇમે હેલ્પ લાઇન નંબર ઉપર એક યુવતીએ કરેલી ફરિયાદના આધારે મધ્ય પ્રદેશના નાના એવા ગામના યુવકને પકડી પાડ્યો છે. વોટ્‌સએપ હેક કરીને મેસેજ મોકલીને ફી માટે મદદ માગીને આ ચીટર બૅંક એકાઉન્ટ નંબર મોકલીને પૈસા પડાવતો હતો. ગુજરાત સહિત અડધો ડઝન રાજ્યની 100થી વધુ યુવતીઓને આ પ્રકારે છેતરવામાં આવ્યાની પ્રાથમિક વિગતો મળી છે.

આ બનાવની વિગતો એવી છે કે, કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીનો મોબાઈલ ફોન પરનો વોટ્સએપ હેક કરીને તેના સગા-સંબધીઓ અને મિત્રો પાસે ફીની જરૂર છે. રૂપિયા આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો એવો મેસેજ  યુવતીના નામે ઠગ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ અંગે યુવતીએ સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન એક મોબાઇલ નંબર અને એસ.બી.આઇનો એક બૅંક એકાઉન્ટ નંબર મળ્યો હતો કે જેમાં ફીના બહાને છેતરપિંડીથી મેળવવામાં આવેલા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સીઆઇડીના સાયબર ક્રાઇમ સેલે વિશેષ તપાસ કરતાં આ મોબાઇલ નંબરથી ગુજરાત જ નહીં દેશના અડધો ડઝન રાજ્યમાં અનેક યુવતીઓના નામે આ પ્રકારે પૈસા પડાવવામાં આવ્યા હોવાની વિગતો ખુલી હતી.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ  શકમંદ અંગે તપાસ કરતાં આ મોબાઇલ નંબર મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાના નાના એવા બદરા ગામમાં સક્રિય હોવાનું જણાયું હતું. મધ્ય પ્રદેશ પોલીસની મદદ લઈને ગામમાંથી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રભાત ગુપ્તાએ પ્રાથમિક પૂછપરછમાં જ અત્યાર સુધીમાં સ્કૂલ-કૉલેજોની 100થી વધુ તરુણીઓ અને યુવતીઓને ટાર્ગેટ કરી છે. સ્કૂલ-કૉલેજની વિદ્યાર્થિનીઓના વોટ્‌સએપ હેક કરીને તેમાં આત્મીયતાથી ચેટ કરી હોય તેવા ફ્રેન્ડસ અને નજીકના લોકોને ચિટર પ્રભાત ગુપ્તા વોટ્‌સએપ મેસેજ કરીને ફી ભરવાના બહાને મદદ માંગતો હતો. યુવતીઓના નામે બૅંક એકાઉન્ટ નંબર આપીને તેમાં પૈસા મગાવવામાં આવતા હતા.  આરોપી પ્રભાત ગુપ્તા પાસેથી બે મોબાઇલ ફોન, 11 સીમકાર્ડ, 12 ડેબીટ કાર્ડ, બે બૅંક એકાઉન્ટની પાસબુક અને ચેકબુકો કબજે કરવામાં આવી છે. ખાસ ભણેલો નથી તેવો આ આરોપી સ્કૂલ અને કૉલેજોમાં અભ્યાસ કરતી તરુણીઓ અને યુવતીઓના નંબર ક્યાંથી મેળવતો અને વોટ્‌સએપ હેક કઈ રીતે કરતો તે સહિતના મુદ્દે સ્ટેટ સાયબર સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code