Site icon Revoi.in

હમાસ હુમલાને લઈને દિલ્હી ખાતે ઈઝરાયલ દુતાવાસ પર કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

Social Share

દિલ્હીઃ ઈઝરાયલ પર હમાસ દ્રારા હુમલો કરવાને લઈને આ મુદ્દો વિશ્વભરમાં ચર્ચામાં છે ત્યારે ઈઝરાયલના પીએમ એ હમાસને ચેતવણી પણ આપી છે આવી સ્થિતિમાં દિલ્હી સ્થિતિ ઈઝરાયલ દુતાવાસ પર પણ કજક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે 4 દિવસથી હમાલ દ્રારા ઈઝરાયલને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બની રહ્યું છે. આ યુદ્ધ માત્ર ઈઝરાયેલ અને હમાસને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. તેને જોતા દિલ્હી પોલીસે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસની આસપાસ સુરક્ષા કડક કરી દીધી છે.

દિલ્હીમાં પોલીસ કર્મચારીઓ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહ્યા છે, પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે.

માહિતી પ્રમાણે તૈનાત કરવામાં આવતા આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખશે જેથી કરીને કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવી શકાય. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે