ભારતમાં ઝડપીથી ફેલાતો નવો કોવિડ વેરિઅંન્ટ, JN.1 ના કુલ 145 કેસ નૌંધાયા
નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાક કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી રોજના સરેરાશ 650થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના એમિક્રોનના સબ રેવિએન્ટ જેએન.1એ ના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થતા કેન્દ્રીય આરોગ્ય વિભાગ તથા દેશના વિવિધ રાજ્યો પણ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દેશમાં 28 ડિસેમ્બર સુધી JN.1 વેરિઅંન્ટના કુલ 145 કેસ નૌંધાયા છે.
ભારતમાં COVID-19ના 797 નવા કેસ નૌંધાયા છે. જે 225 દિવસોમાં સૌથી વધારે છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો 4,091 ઉપર પહોંચ્યો છે. મંત્રાલયના સવારે 8 વાગે અપડ્ટ કરેલા આંકડા મુજબ, 24 કલાકના સમય ગાળામાં 5 મૃત્યુ થયા છે જેમાં બે કેરળના અને મહારાષ્ટ્ર, પાંડુચેરી અને તમિલનાડુંમાં એક-એક દર્દીના મોત થયાં છે. દેશમાં 19 મે,2023 એ દેશમાં કોરોનાના 865 નવા કેસો નૌંધાયા હતા. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના પોઝિટિવ કેસ પણ ચિંતાજનક રીતે સામે આવી રહ્યાં છે. દેશમાં હાલની સ્થિતિએ 145 જેટલા નવા વેરિએન્ટના પોઝિટવ કેસ મળી આવ્યાં છે. દેશમાં નવા વેરિએન્ટનો સૌ પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. જ્યારે ગુજરાતમાં હાલ JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.