Site icon Revoi.in

ચીનને ટક્કર મારે તેવા રમકડાં ગુજરાતમાં બનશેઃ રાજકોટ અથવા સાંણદમાં 2500 કરોડના ખર્ચે ટોયઝ પાર્ક બનાવાશે

Social Share

અમદાવાદઃ દેશમાં હાલ મોટાભાગના ટોયઝ એટલે કે રમકડા ચીનથી આયાત કરાતા હોય છે. હવે ચીનને પણ ટક્કર મારે એવો ટોયઝ ગુજરાતમાં બનાવાશે. રાજ્યમાં ટોયઝ પાર્ક એટલે કે રમકડા ઉધોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર સાણદં કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ટોય પાર્ક પાછળ લગભગ 2500 કરોડનો ખર્ચ કરાશે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. સૂત્રો દ્વારા આ ખર્ચ અંગેની રૂપરેખા બાંધવામાં આવી રહી છે. જોકે, આ પાર્કમાં ખેલકૂદના બદલે બાળકો માટે ઈન્ટરનેશનલ કવોલિટીના રમકડાં તૈયાર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પેારેશન દ્વારા  વિશાળ ટોય પાર્ક માટે રાજકોટ પાસે અને સાણંદમાં 250 એકર જમીન નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરાષ્ટ્ર્રીય અભ્યાસમાં જાણવા મળ્યુ હતું કે,ગુજરાત રમકડાં ઉધોગના રોકાણમાં બહુ જ ઓછો ફાળો ધરાવે છે. એટલે કે ગુજરાત દેશના કુલ રમકડા ઉધોગના ઉત્પાદનમાં માત્ર  એક ટકા જ ફાળો આપે છે. હવે આવી સ્થિતિમાં રમકડા ઉધોગમાં રાજ્ય સરકાર મોટી છલાંગ લગાવવા માગે છે, આ માટે રોકાણકારોને પણ આકર્ષિત કરવામાં આવશે, આ માટે રાજકોટ કે સાણદં જેવી જગ્યા પર વિશાળ તૈયારીઓ આરંભવામાં આવી શકે છે. ઈન્ડસ્ટ્રીયલ એકસપર્ટનું માનવું છે કે, કોરોના પછી એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઈન્ટરનેશનલ કંપનીઓ ચીનની બહાર જગ્યા શોધી રહી છે. જેમાં વિયતનામ જેવા દેશો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. આવામાં ભારત માટે પણ એક સારી તક છે, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં રો મટિરિયલથી લઈને પોર્ટ જેવી સુવિધાઓ પણ છે જેનાથી રોકાણકારો આકર્ષિત થઈ શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે સાણદં અને રાજકોટ સિવાય વડોદરામાં પણ આ સંભવિત પાર્ક અંગે વિચારણા કરવામાં આવી હતી, જોકે, આ સ્થળને લઈને સરકાર એટલી ઉત્સાહિત નથી  વધુમાં ઈન્ડસ્ટ્રી સૂત્રો જણાવે છે કે, ભારતમાં રમકડાનો ઉધોગ દુનિયાની  1.5  બિલિયન યુએસડી સામે માત્ર 0.5 ટકા જ છે. મહારાષ્ટ્ર્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ભારતમાં રમકડા ઉધોગમાં આગળ છે.