- અકસ્માતમાં કારચાલકનો આબાદ બચાવ,
- અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક સાથે નાસી ગયો,
- સિદ્ધપુરમાં છકડાએ ટક્કર મારતા બાઈકચાલકનું મોત
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ધાનોરા-સાંચોર હાઈવે પર સર્જાયો હતો, જેમાં એક ટ્રકે કારને ટક્કર મારતા કાર ઉછળીને ગટરના નાળામાં ખાબકી હતી. જોકે, અકસ્માતમાં ગાડી ચલકનો આબાદ બચાવો થયો હતો. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને પોલીસને જાણ કરી હતી.
આ અકસ્માતના બનાની વિગતો એવી જાણવા મળી છે કે, ધાનેરાના સાંચોર હાઇવે પર નેનવા ત્રણ રસ્તા પાસે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે પુરઝડરે આવી આગળ જઈ રહેલી કારને ધડાકાભેર ટક્કર મરી હતી. જેથી કાર હવામાં ઉછળી ને સાઈડમાં ગટરના નાળામાં ખાબકી હતી. કાર નાળામાં ખાબકવાના કારણે કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક લઇ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. બનાવના પગલે ધાનેરા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
બીજો અકસ્માતનો બનાવ પાટણના સિદ્ધપુરમાં બન્યો હતા જેમાં સિદ્ધપુર મણીરત્ન પાર્ટી પ્લોટ પાસે છકડા ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર યુવકનું મોત થયું હતું તેની સાથેના અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી.
સિદ્ધપુર તાલુકાના વાધણા ગામના સૂરજજી સ્વરુપજી ઠાકોરનો ભત્રીજો બદર ઉર્ફે તેજાજી કેશાજી ઠાકોર અને જાલમસિંહ વાલાજી ઠાકોર સિદ્ધપુર મણીરત્ન પાર્ટી પ્લોટ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા તે વખતે છકડાના ચાલકે બાઈકને ટક્કર મારતા બદર ઉર્ફે તેજાજી કેશાજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું.જ્યારે જાલમસિંહ વાલાજી ઠાકોરને ઇજાઓ થઈ હતી. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે સુરજજી સ્વરૂપજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.