Site icon Revoi.in

ગોવામાં આજથી SCO વિદેશ મંત્રીઓની બે દિવસયી બેઠક શરુ , અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

Social Share

દિલ્હીઃ- આજરોજ ગુરુવારથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક  યોજાવા જઈ રહીછે આ 2 દિવસીય બેઠકનું અહી ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વની વાત એ છે કે ભારત એવા સમયે આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ વધી ગયો છે,યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશો સાથે રશિયાનો તણાવ પણ વધી ગયો છે. એ જ રીતે ચીનની વિસ્તરણવાદી નીતિ દરેકને ચિંતામાં મૂકી રહી છે. ત્યારે આ બેઠક મહત્વપૂર્ણ મનાઈ રહી છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠકની યજમાની ભારત કરી રહી છે. બેઠકમાં સામેલ સભ્ય દેશો આ સંમેલનમાં પ્રાદેશિક પડકારો અને રાજકીય ઉથલપાથલ અંગે ચર્ચા કરશે. સૌથી વધુ વાત કરી જયશંકર અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે કોન્ફરન્સની બાજુમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ રહી છે.

આ સરહીત વિદેશમંત્રી જયશંકર કોન્ફરન્સની સાથે સાથે ચીન અને કેટલાક અન્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે. આ સંમેલન 4 મેના રોજ સભ્ય દેશોના સ્વાગત સાથે શરૂ થશે. 5 મેથી, જૂથ મુખ્ય વિષયો પર ચર્ચા કરશે.

ચીન અને પાકિસ્તાન સહિત SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર ગોવા પહોંચી ગયા છે. તેઓ રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વિદેશ મંત્રીઓની આ બેઠકમાં ભારત અને અન્ય સભ્ય દેશોને બહુપક્ષીય સહયોગ અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ મળશે

ઉલ્લેખનીય છે કે સમરકંદ કોન્ફરન્સ 2022 પછી ભારતે SCOનું અધ્યક્ષપદ સંભાળ્યું. તે વિદેશ મંત્રીઓ સહિત SCOની ઘણી બેઠકો અને પરિષદોનું આયોજન કરે છે. પાકિસ્તાન, ચીન અને રશિયા સહિતના તમામ સભ્યોને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, બધાએ ભાગ લેવા માટે સંમતિ આપી છે.

આ સહીતચ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન આઠ સભ્ય દેશોનું બહુપક્ષીય સંગઠન છે, જેની સ્થાપના 15 જૂન 2001ના રોજ શાંઘાઈમાં થઈ હતી. સંગઠનના સભ્ય દેશોમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.