Site icon Revoi.in

ભારતીય વિચાર મંચના ઉપક્રમે બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ‘ઉદીયમાન ભારત’ સત્રમાં બોદ્ધિક ચર્ચા

Social Share

અમદાવાદઃ ભારતીય વિચાર મંચદ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદઉદીયમાન ભારત (BHARAT Rising)” ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર મંચ, ત્રણથી વધુ દાયકાથી ગુજરાતમાં વૈચારિક ક્ષેત્રે કાર્યરત છે જે, રાષ્ટ્રીય હિતના વિષય પર સેમિનાર, વાર્તાલાપ અને ચર્ચાઓનું આયોજન કરે છે.

ભારતીય વિચાર મંચદ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદઉદીયમાન ભારત (BHARAT Rising)” ના પ્રથમ દિવસે, રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, WHOમાં સેન્ટર ફોર મેડિસિન બન્યું, જેનું કેન્દ્ર ગુજરાતનાં જામનગરમાં બન્યું. આવનાર સમયમાં ભારત વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં ભારત વિશ્વ ગુરુ બનશે, તે છે રાઈસિંગ ભારત, પુનઃપ્રાપ્ય ઊર્જામાં સૌર ઊર્જાનું કેન્દ્ર ભારતમાં છે, એ છે રાઈસિંગ ભારત, અને સાંસ્કૃતિક મૂલ્યો માટે એટલું જ કહેવું છે કે, સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ભાઈભાઈને મારીને ગાદી પર બેઠો છે, દીકરો પોતાના પિતાને મારીને ગાદી પર બેઠો છે, ત્યારે ભગવાન શ્રી રામના જીવન મૂલ્યો દ્વારા સમગ્ર વિશ્વને એક શીખ મળશે. અને અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિર દેશના યુવાનો માટે પથદર્શક બનશે. ભારતની ઇચ્છા મિલીટરી, આર્થિક, કે પછી ઇન્ટલએકચ્યુલ સુપર પાવર બનવાની નથી પરંતુ, વિશ્વગુરુ બનવાની છે. જાપાન અને સિંગાપુર જેવા દેશો નાણાં અને તકનિકની દ્રષ્ટિએ અગ્રેસર છે પરંતુ, વિશ્વ ગુરુ બનવા માટે મૂલ્યોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા પડે, જે ભારત કરશે. અને એ પણ ભગવાન શ્રીરામના માધ્યમથી શક્ય બનશે.

 ત્રિવેદીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર ઊભા રહીને કહી રહ્યો છું કે, આઝાદીની ચળવળનું નેતૃત્વ ગાંધીજીએ ગુજરાતની ધરતી પરથી કર્યું હતું, તેમજ સ્વતંત્ર ભારતને એક અખંડ સ્વરૂપ પણ સરદાર પટેલે અહીંથી જ આપ્યું હતું. તો પછી, દેશને ખંડિત કરવાવાળા જિન્નાહ પણ ગુજરાતના જ હતા. આમ, સમાજમાં બંને પ્રકાની શક્તિઓ એક સ્થાન પરથી ઉદ્ભવતી હોય છે. અને તેવી જ રીતે આજે ભારતને રાઇઝ કરાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતથી જ આવ્યા છે. અને તેમને રોકવા માટે જિન્નાહની માનસિકતા વાળા લોકો પણ છેલ્લા બે દાયકાથી મોદીજીને રોકવાના નિરર્થક પ્રયાસો કરતાં રહ્યા, પરંતુ ત્યારે પણ ના રોકી શક્યા અને આવનાર સમયમાં પણ તેઓ “BHARAT RISING” અટકાવી શકશે નહીં.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનાર સમયમાં આપણે સૌએ પાંચ કાર્યો કરવાના છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે, જેના માટે ગુલામીની માનસિકતાથી મુક્ત થવું પડશે, ભારતીય વિરાસત અને મૂલ્યોને સમજવાં પડશે, તેમજ આપણા કર્તાવ્યોનું પાલન કરવું પડશે અને, આ કર્તવ્યોનું પાલન કરવા સામૂહિક પ્રયાસ કરવા પડશે. પોતાના સંબોધનમાં સુધાંશુ ત્રિવેદીએ, “BHARAT RISING” ના પરિપેક્ષ્યમાં પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2010 માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બારાક ઓબામાએ કહ્યું હતું કે, INDIA IS NOT EMERGING, BUT INDIA HAS EMERGED. ભારતીય વિચાર મંચદ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદમાં 900 થી વધુ બૌદ્ધિકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમના બીજા દિવસે, અન્ય વક્તાઓ, “ઉદીયમાન ભારતના પરિપેક્ષ્યમાં પોતાના વિચારો રજૂ કરશે.