Site icon Revoi.in

રીલીફ ફંડ મામલે સોશિયલ મીડિયામાં એક યુઝર્સે પાકિસ્તાની કલાકારને દર્પણ દેખાડ્યું

Social Share

નવી દિલ્હીઃ તૂર્કી-સિરીયામાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયાં છે જ્યારે લાખો લોકો ઘરવિહોણા બન્યાં છે. દુનિયાના મોટાભાગના દેશો બંને દેશની મદદ માટે આગળ આવ્યાં છે. બીજી તરફ તુર્કીના સેલિબ્રિટીઝ પણ પોતાના દેશની જનતાની મદદ કરવા માટે ફંડ એકત્ર કરવાની કામગીરી કરી રહ્યાં છે. પોતાના દેશની પ્રજાની સુખામારી તૂર્કીના સેલિબ્રિટીઝ જે કામગીરી કરી રહ્યાં છે જેની નોંધ અનેક દેશોએ લીધી છે. બીજી તરફ પાકિસ્તાનના કલાકારોને આ મામલે હાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

તૂર્કી સેલિબ્રિટીઝની કામગીરીના વખાણ કરીને એક યુઝર્સે ટ્વીટ કરીને પાકિસ્તાની કલાકારોના વર્તન સામે સવાલ ઉભા કર્યાં હતા. યુઝર્સે ટ્વીટ કર્યું હતું કે, તુર્કીના સેલિબ્રિટી ભુકંપ પીડિતોને મદદ માટે નાણા એકત્ર કરી રહ્યાં છે, જ્યારે પાકિસ્તાનના કલાકારો પૂરની સ્થિતિમાં એવોર્ડ ફંક્શનમાં વ્યસ્ત હતા. જે ખરેખર દુઃખની વાત છે. આવા કલાકારો પાસેથી શું આશા રાખી શકાય. યુઝર્સના વાકબાણથી ઘાયલ કલાકાર ફરહાન સઈદે ટ્વીટમાં જવાબ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાની કલાકારો એવોર્ડ શો ફંડ જમા કરવા કરે છે, કલાકારો ઈવેન્ટ મારફતે વધારેમાં વધારે ફંડ હોસ્પિટલ માટે જમા કરે છે, પરંતુ હંમેશા તમારા જેવા લોકોને બીજાના જ કામ પસંદ આવે છે.

પાકિસ્તાન કલાકારના જવાબ યુઝર્સને પસંદ આવ્યો ન હતો અને તેણે ફરી ટ્વીટ કરીને અમીયારો સવાલ કર્યો હતો કે, જેટલા પૈસા તમે ઈવેન્ટ કરવામાં, હોટલમાં રહેવામાં અને લકઝુરિયલ પ્રવાસ પાછળ ખર્ચા તેનાથી વધારે ફંડ ક્યાંથી આવે. મુશ્કેલીના સમયમાં પોતાના દેશ અને પ્રજા સાથે કેવી રીતે ઉભુ રહેવાય તે તુર્કી પાસેથી તમારે શીખવું જોઈએ.