Site icon Revoi.in

OMG ‘હોપ શૂટ’ નામનું શાકભાજી જે વેચાય છે કિલો દિઠ 80 હજાર રુપિયાથી પણ વધુના ભાવે

Social Share

આપણે ઘણા બધા શાકભાજી અને ફળો ખાધા જ હશે ,જેની વધીને વધારે કિમંત જો ગણીતે 200 થી 1000 રુપિયે કિલો સાંભળી હશે, જો કે આજે તમને એક એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંંત છે 80 હરાજ રુપિયા કરતા પમ વધારે તે પણ માત્ર એક કિલોની.

આ સાથે તેની ખેતીમાં પણ વર્ષો વર્ષ લાગે છે અને તે ગંભીર રોગોની સારવારમાં અસરકારક સાબિત થાય છે.ભારતમાં આ શાકભાજીની ખેતી હિમાચલ પ્રદેશમાં કરવામાં આવતી હતી, પરંતુ પછી ઉત્પાદન ખર્ચ વધુ હોવાને કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી. હવે આ શાકભાજીની ખેતી અમેરિકા અને યુરોપમાં જ થાય છે.

હોપ શૂટની કિંમત શું છે?

આ શાકભાજીનું નામ છે  હોપ શૂટ જો કે આમ તો તે ભારતમાં મળતું નથી પરંતુ પહેલા  તે ભારતમાં મળતું ત્યારે તેની ભારતમાં એક કિલો હોપ શૂટની કિંમત લગભગ 85 હજાર રૂપિયા છે. એટલે કે એક કિલો હોપ શૂટ સોનાના ભાવને પણ ટક્કર આપી દે છે.

 આ એટલા માટે મોંધુ હોય છે કે તેની ખેતી કરવી ખૂબ અઘરી વાત છે તે માટે ઘણા વર્ષો લાગી જાય છે તેને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં લગભગ 3 વર્ષનો સમય લાગે છે. ઉપરાંત, આ છોડનો ઉપરનો લીલો ભાગ નાજુક હોય છે, તેથી તે તૈયાર થાય ત્યાં સુધી તેની કાળજી લેવી પડે છે.

 જાણો આ શાકભાજીના ફાયદા વિશે

  1. તેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે થાય છે. કેટલાક સંશોધનો પણ થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે હોપ અંકુર એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી શકે છે, જે શરીરને ક્ષય રોગ સામે લડવામાં મદદ કરી શકે છે. 
  2. અન્ય ઘણા સંશોધનો સૂચવે છે કે તેમાં હાજર એસિડ કેન્સરના કોષોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને તે લ્યુકેમિયા સામે પણ રક્ષણ આપે છે. 
  3. આ સાથે જ આ શાકભાજીમાં એવા ફ્લેવોનોઈડ્સ મળી આવે છે, જે ઘણા પ્રકારના કેન્સર માટે કારગર સાબિત થઈ શકે છે.
  4. હોપ શૂટમાં શંકુ આકારના ફૂલો હોય છે જેને સ્ટ્રોબિલ્સ કહેવાય છે, જે બીયરની મીઠાશને સંતુલિત કરવામાં મદદ કરવા માટે સ્થિરતા એજન્ટ તરીકે કામ કરે છે.
  5. હોપ શૂટમાં શંકુ આકારના ફૂલો હોય છે જેને સ્ટ્રોબિલ્સ કહેવાય છે, જે બીયરની મીઠાશને સંતુલિત કરવામાં મદદ કરવા માટે સ્થિરતા એજન્ટ તરીકે કામ કરે છે.
  6.  આ સિવાય હોપ શૂટ બેચેની, ઊંઘની સમસ્યા, ચિંતા, ટેન્શન, ઉત્તેજના, ADHD, નર્વસનેસ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.