- ઈન્ટરનેટની સ્પીડ ઓછી છે?
- હવે સ્પીડ વધારવી છે તમારા હાથમાં
- જાણો આ સરળ ટ્રીક
મોટા ભાગમાં કામમાં હવે લોકોને ઈન્ટરનેટની જરૂર પડે છે. ઈન્ટરનેટ તો હવે લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. ક્યારેક ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાના કારણે લોકોને અનેકવાર તકલીફ પણ પડતી હોય છે કારણ છે કે લોકો હવે સ્પીડવાળા ઈન્ટરનેટથી ટેવાઈ ગયા છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ઈન્ટરનેટની સ્પીડ વધારવી તે તમારા હાથમાં છે.
દરેક Wi-Fi ડિવાઈસની ચોક્કસ રેન્જ હોય છે. જો તમે તેની રેન્જની બહાર હોવ તો તમને મજબૂત ધીમી સ્પીડ જોવા મળે છે. આ માટે તમે રેન્જ એક્સ્ટેન્ડરનો ઉપયોગ કરી શકો છો. જે રાઉટરથી સિગ્નલ પકડીને તેને દૂર સુધી મોકલશે. રેન્જ એક્સટેન્ડરનું અલગ IP એડ્રેસ છે અને તેને રાઉટરની નજીક રાખવું જોઈએ જેથી તેને મજબૂત સિગ્નલ મળી શકે.
આ ઉપરાંત ઝડપ વધારવા માટે, કામ શરૂ કરતા પહેલા તમારા વાઇફાઇ રાઉટરને રીબૂટ કરો. જલદી તમે તેને રીબુટ કરો, તેની જૂની મેમરી સાફ થઈ જાય છે અને તમામ અપડેટ્સ ઇન્સ્ટોલ થઈ જાય છે. કોઈપણ સાથે Wifi Password શેર ન કરો: અંતે મજબૂત વાઇફાઇ કનેક્શન માણવા માટે તમારો પાસવર્ડ કોઇની સાથે શેર ન કરવાનો પ્રયાસ કરો કારણ કે, વધુ લોકોનો ઉપયોગ કરવાથી સ્પિડ પણ ધીમી પડી જાય છે.
રાઉટર વાઇફાઇ કનેક્શનની ગતિમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તેને યોગ્ય જગ્યાએ ન મૂકવામાં આવે તો સિગ્નલ યોગ્ય રીતે પકડાતું નહીં, જેના કારણે ઝડપ ઘટે છે. ખરેખર, વાઇ-ફાઇ કનેક્શનમાં, સિગ્નલ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન દ્વારા મોકલવામાં આવે છે જે અમુક વસ્તુઓને કારણે રોકાઈ જાય છે. અને કેટલીક વસ્તુઓમાંથી પસાર થાય છે.