લાહૌલ- સ્પિતિ જલ્લાના એસપી મયંક ચૌધરીએ કહ્યું કે હાલમાં એક વિડિયો વાયરલ થયો છે, જેમાં એક થાર લાહૌલ- સ્પિતિમાં નદી પાર કરી રહી છે. આ વાહનને મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ચલણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તાર લાહૌલના તાંદી સંગમમાં નદીમાં એક પર્યટકે પોતાની ગાડી ઉતારી દીધી હતી. માઈનસ તાપમાન અને લોહી થીજી નાખે તેવી ઠંડી વચ્ચે પર્યટકોની આવી મસ્તીને બધાને ચોંકાવી દીધા છે. દરમિયાન એક પર્યટકે ફિલ્મી અંદાજમાં નદી વચ્ચેથી ગાડી દોડાવી હતી. તેનો સોશિયલ મીડિયામાં વીડિયોં વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો રવિવાર સાંજનો છે, જ્યારે ચારથી પાંચ યુવક નદી કાંઠા ઉપર બેઠા હતા. એક પર્યટક નદીના વચ્ચેથી વાહન ચલાવીને નદી પાર કરે છે. સદભાગ્યે કોઈ પણ પ્રકારે નુકસાન થયું ન હતું. લાહૌલ- સ્પિતિ જિલ્લાના એસપી મયંક ચૌધરીએ કહ્યું કે હાલમાં આ વિડિયો વાયરલ થયો છે, જેમાં એક થાર લાહૌલ- સ્પિતિમાં નદી પાર કરી રહી છે. આ વાહનને મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ 3500 રૂપિયાનું ચલણ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં કોઈ આ રીતે અપરાધ ન કરે, એ માટે જિલ્લા પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.