Site icon Revoi.in

સંસદભવનમાં બનેલી ઘટનામાં સ્મોક ક્રેકરના કેનને લઈને મીડિયા કર્મચારીઓ વચ્ચેની તકરારનો વીડિયો વાયરલ

Social Share

નવી દિલ્હીઃ દેશની લોકશાહીનું ઘર ગણાતા સંસદ ભવન ઉપર વર્ષ 2011માં થયેલા આતંકવાદી હુમલાની વરસીના દિવસે જ આજે નવા સંસદભવનમાં સુરક્ષા ચૂકની ઘટના સામે આવી હતી. બે શખ્સો લોકસભા ગૃહની દર્શક ગેલરીમાંથી કુદીને સીધા વેલીમાં ઘુસ્યા હતા. તેમજ પોતાની પાસેના સ્મોક ક્રેકર હતા. જેથી ગૃહમાં ધુમાડો થયો હતો. બીજી તરફ સંસદની બહાર પણ દેખાવો કરતી બે વ્યક્તિઓએ સુત્રોચ્ચાર કરીને સ્મોક ક્રેકર સગળાવીને વિરોધ નોંધાવ્યો હતો. દેશની તમામ મીડિયાએ આ ન્યૂઝ કવર કર્યાં હતા. કેટલાકી જાણીતી ન્યૂઝ ચેનલના રિપોર્ટસ સંસદ ભવન દોડી ગયા હતા. જ્યાં સ્કુલમાં દેખાવ કરનાર બે વ્યક્તિએ સ્મોક ક્રેકર સળગાવીને તેનું કેન ફેંક્યું હતું. દરમિયાન દર્શકોને પ્રથમ દ્રશ્યો દેખાડવા અને બ્રેકીંગના ટેન્શનમાં રહેતા પત્રકારો સંસદભવનના સંકુલમાં સ્મોક ક્રેકરના કેન માટે લડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ન્યૂઝ ચેનલોમાં પ્રથમ બ્રેકિંગ કરવાની હોડમાં મેનેજમેન્ટના સતત પ્રેશરને કારણે પત્રકારોએ આ હરકત કરી હોવાનું સિનિયર પત્રકારોએ જણાવ્યું હતું. જ્યારે લોકોએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વીડિયોને લઈને વિવિધ કોમેન્ટ કરી હતી. સુનિયર પત્રકારોએ વીડિયોને લઈને કહ્યું હતું કે, મીડિયામાં ચાલી રહેલી હરિફાઈને પગલે બ્રેકિંગ ન્યૂઝને લઈને પત્રકારો ઉપર ભારે પ્રેશર હોય છે. જેથી આવા પ્રેશરમાં પત્રકારો પણ ભાનભૂલીને આવી હરકત કરી દેતા હોય છે. જેથી સમગ્ર મીડિયા જગતને હાંસીનું પાત્ર બનવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદભવનમાં આજે બનેવી ઘટનાને ઘેરા પડઘા પડ્યાં છે. બીજી તરફ પોલીસે સંસદભવનમાંથી બે વ્યક્તિઓની તથા સંસદની બહાર દેખાવો કરતી મહિલા સહિત બે એમ કુલ ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે. તેમજ તમામ લોકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે.