રસ્તાની સાઈડમાં ઉભા રહીને પ્લાસ્ટીકની બેગમાંથી ખાવાનું કાઢી ખાતા ફુડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ
આધુનિક જમાનામાં હવે લોકો જમવાનું પણ ઓનલાઈન મંગાવવાનું પસંદ કરે છે એટલું જ નહીં ફુડ લઈને આવતો ડિલીવરી બોય જો મોડે આવે તો કેટલાક લોકો તેની સાથે અયોગ્ય વર્તન કરતા હોવાની પણ અવાર-નવાર ફરિયાદ સામે આવે છે. દરમિયાન ઉત્તર ભારતના આઈએસ અધિકારીએ એક ફુડ ડિલીવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ભુખ્યાઓને જમવાનું પહોંચડનાર ડિલીવરી બોય રસ્તાની વચ્ચે ઉભા રહીને પોતાની ભૂખ મટાવતો જોવા મળે છે. એટલું જ નહીં આ યુવાન એક કોથળીમાંથી કંઈ ખાવાનું લઈને ખાતા જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકો પોતાના અભિપ્રાય આપી રહ્યાં છે, એટલું જ નહીં આવા યુવાન કર્મચારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આઈએએસ અધિકારી અવનીશ શરણએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, આ સિઝનમાં આમનું પણ ખ્યાલ રાખો. વીડિયોમાં એક વ્યક્તિ પોતાની બાઈક ઉપર પ્લાસ્ટિક બેગ રાખીને તેમાંથી ખાવાનું ખાતા જોવા જોવા મળે છે. બાઈક ઉપર ફૂટ બોક્સ લાગેલું છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે, આ યુવાન ફુડ ડિલીવરી બોય છે. યુવાન ખાવાનું ખાતી વખતે આસપાસ પણ જોતો હતો, જે રીતે યુવાન ખાવાનું ખાઈ રહી છે તે જોઈને લાગે છે કે, તેને ખુબ ઉતાવળ છે.
આ વીડિયો ત્યાર સુધીમાં લગભગ 3 લાખ વ્યક્તિઓ જોઈ ચુક્યાં છે, તેમજ પોત-પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. મોટાભાગના લોકો વીડિયો જોઈને ડિલીવરી બોય પ્રત્યે સંવેદના રાખવા અપીલ કરી હતી.