Site icon Revoi.in

કબૂતરનો એક્રોબેટિક્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લાખો લોકોએ કર્યો પસંદ

Social Share

નવી દિલ્હીઃ જૂના જમાનામાં સંદેશા વ્યવહાર માટે કબૂતરોનો ઉપયોગ થયો હતો અને લોકો કબતર મારફતે પોતાના સ્નેહીજનોને પત્રો મોકલતા હતા, પરંતુ બદલાતા સમયની સાથે એવું લાગી રહ્યું છે કે કબૂતરોના શોખ પણ બદલાઈ રહ્યા છે, હકીકતમાં તે આપણે એક વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક કબૂતર અદભુત એક્રોબેટિક્સ બતાવતું જોવા મળે છે, જેને જોઈને એવું લાગે છે કે, જાણે કબૂતર કોઈ પ્રશિક્ષિત જિમ્નાસ્ટ હોય. આ જ કારણ છે કે આ વીડિયોને ખૂબ જ જોવામાં અને પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વાઈરલ વીડિયોમાં એક કબૂતર જબરદસ્ત એક્રોબેટિક્સ કરતા જોઈ શકાય છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પહેલા ભૂરા રંગની પાંખો ધરાવતું કબૂતર હવામાં કૂદી રહ્યું છે. કબૂતર તેના શરીરને પાછળની તરફ ફેરવતું અને તેના પગ પર ફરીથી ઉતરતા પહેલા સંપૂર્ણ 360 ડિગ્રી પરિભ્રમણ કરતું જોવા મળે છે. માત્ર 14 સેકન્ડની અંદર, કબૂતર એક પછી એક ત્રણ બેકફ્લિપ સ્ટંટ કરતા જોવા મળે છે.

આ વીડિયો ટ્વિટર પર @shouldhaveanima નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 13 ઓગસ્ટે શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 25 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે સાડા ત્રણ લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયોને ઘણા વ્યૂ અને લાઈક્સ મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી લોકો ઈન્ટરનેટની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરી રહ્યાં છે. બીજી તરફ અવાર-નવાર સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે જેને લોકો પસંદ કરીને પોતાના અભિપ્રાય આપી રહ્યાં છે.