શાળામાં હિન્દુ બાળકોને નામઝ શીખવાડતો વીડિયો વાયરલ, વિવાદ વકરતા સંચાલકોએ માગી માફી
- સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓમાં નારાજગી ફેલાઈ
- બીજી વખત આવી ભૂલ નહીં કરવાના શાળાએ આપી ખાતરી
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના મુદ્રાંમાં એક ખાનગી શાળામાં હિન્દુ બાળકોને મનાઝ પઢવા શિખવાડતો વીડિયો સામે આવ્યો હતો. જેના પગલે હિન્દુ સંગઠનો અને વાલીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ વીડિયોને પગલે વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી માગી હતી. તેમજ બાળકોને વિવિધ ધર્મની ઉજવણી સંદર્ભે સમજ માટે આવા પ્રોગ્રામ કરવામાં આવતા હોવાનો સ્કૂલ સંચાલકોએ બચાવ કર્યો હતો. આ ઉપરાંત સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓને પણ સમજાવીને મામલો થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુદ્રાની ખાનગી શાળામાં એક કાર્યક્રમને લઈને હિન્દુ બાળકોને નામઝ પઢતા શીખવાડવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતા વાલીઓએ પણ વિરોધ કર્યો હતો. તેમજ કેટલાક સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ વિવાદ વધારે વકરતા સ્કૂલ સંચાલકો હરકતમાં આવ્યાં હતા. તેમજ તેમણે માફી માગીને બીજી વખત આવુ નહીં થાય તેવી ખાતરી આપી વિવાદને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. શાલામાં વિવિધ એક્ટિવીટી થાય છે અને આ મહિનામાં ઈદનો તહેવાર હોવાથી શાળાના બાળકોને વિવિધ ધર્મ વિશે સમજ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનો સ્કૂલ સંચાલકોએ બચાવ કર્યો હતો. તેમજ ફરીથી આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપીને સ્કૂલ સંચાલકો વાલીઓને પણ સમજાવી રહ્યાં છે.