Site icon Revoi.in

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન દેશનો ધ્વજ પગથી ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

નવી દિલ્હીઃ કોઈપણ દેશનો ધ્વજ તેમના નાગરિકોનું ગૌરવ હોય છે, જેનું દરેક કિંમતે સન્માન કરવાનું પસંદ કરે છે. કદાચ પાકિસ્તાની ક્રિકેટરો આ વાત ભૂલી ગયા અને મોટી ભૂલ કરી દીધી. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાના પગ વડે દેશનો ધ્વજ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને રિઝવાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

30 વર્ષીય રિઝવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં રિઝવાન ચાહકોને ઓટોગ્રાફ આપી રહ્યો છે. આ વીડિયો ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટી-20 સિરીઝ દરમિયાનનો હોવાનું મનાઈ રહ્યું છે. એક પ્રશંસકે ઓટોગ્રાફ માટે રિઝવાનને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ આપ્યો હતો. વીડિયોના અંતમાં રિઝવાન પોતાના પગથી પાકિસ્તાનનો ધ્વજ ઉંચો કરતો જોવા મળે છે.

આ વીડિયો પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં  રમાયેલી T20 સિરીઝનો હોવાનું મનાઈ રહ્યું છે. વિશ્વના ટોચના T20 બેટ્સમેનોમાંના એક રિઝવાન મેચ બાદ ઓટોગ્રાફ આપી રહ્યો હતો. તે ચાહકોને ઓટોગ્રાફ માટે વસ્તુઓ માંગે છે, કેટલાક પ્રસંશકો કેપ્સ, કેટલીક જર્સી આપે છે અને રાષ્ટ્રધ્વજ પણ આપે છે. તે દરેક પર સહી કરે છે અને અંતે તેના પગ વડે પાકિસ્તાની ધ્વજ ઉંચો કરે છે. વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સ તેને અન્ય દેશોના લોકો પાસેથી શીખવાનું કહી રહ્યા છે.