Site icon Revoi.in

રાહુલ ગાંધી રોજના 24 કિમી કાપવાનો આગ્રહ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. તેમજ અત્યાર સુધીમાં યાત્રાને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન રાહુલ ગાંધીનો ઓક વીડિયો જાહેર થયો છે. જેમાં રાહુલ ગાંધી રોજના 24 કિ.મી. કાપવાનો આગ્રહ કરતા જોવા મળ્યાં હતા.

કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.  આ વિડીયોમાં કમલનાથ પંડિત પ્રદીપ મિશ્રાને કહેતા જોવા મળે છે કે, યાત્રામાં જોડાયેલા લોકો મધ્ય પ્રદેશમાં સાત દિવસથી ચાલી રહ્યા છે. યાત્રા સવારે 6 વાગે શરૂ થાય છે અને તે દરમિયાન માર્ગમાં આવતાં મંદિરોમાં પણ રાહુલ ગાંધી દર્શને જતા જોવા મળે છે.

આ વિડીયોમાં પંડિત પ્રદીપ મિશ્રા યાત્રાની પ્રશંસા કરતા પણ જોવા મળે છે. તેઓ કહે છે, યાત્રાનું સવારના ૬ વાગ્યાથી શરૂ થવું, આટલુ લાંબુ ચાલવું, માર્ગમાં આવતા દરેકને મળતા રહેવું, સામાન્ય માનવી હોય કે વગદાર માણસ હોય તે સૌને સમાન ભાવથી મળવું તે એક પ્રકારની તપસ્યા જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પુજા ભટ્ટ સહિતના ફિલ્મ કલાકારો જોડાયાં હતા અને યાત્રાને સમર્થન આપ્યું હતું. તેમજ ઠેર-ઠેર સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓએ સ્વાગત કર્યું હતું. તેમજ યાત્રામાં આવતા ધાર્મિક સ્થળ ઉપર રાહુલ ગાંધી દર્શન કરીને આગળ વધી રહ્યાં છે.