ગુજરાતનું એક ગામ કે જ્યા નથી થતો ચૂંટણી પ્રચાર છત્તાં પણ મતદાન કરવું ફરજિયાત નહી તો નજીવી રકમનો વસુલાય છે દંડ
- રાજ સમઢિયાળા ગામમાં નથી થતો ચૂંટણીનો પ્રચાર
- કેટલાક વર્ષોથી અહી ચૂંટણી પ્રચાર ન કરવાનો નિયમ છે
અમદાવાદ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને જનતાને રિઝવાના પ્રયાસ કરી રહી છે આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં એક એવું પણ ગામ આવેલું છે જ્યાં ચૂંટણીનો પ્રચાર કરવામાં આવતો નથી .છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આટલું જ નહીં અહીં મતદાન કરવું છતાં પણ ફરજિયાત છે અને જો મતદાન કરવામાં ન આવે તો ન જીવી રકમનો દંડ વસૂલવામાં આવે છે તો ચાલો જાણીએ ગુજરાતનું આ કયું ગામ છે જ્યાં આજે પણ ચૂંટણીનો પ્રચાર થતો દેખાતો નથી.
આજે પણ ગુજરાતના રાજકોટ જિલ્લાના રાજ સમઢીયાળા ગામમાં કોઈપણ નેતાઓ કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર માટે મંજૂરી અપાય રહી નથી આ ગામમાં ચૂંટણીના દિવસોમાં પણ સન્નાટો છવાયેલો જોવા મળે છે. જો કે આમ હોવા છતાં મતદાન તો અહીં દરેક લોકો ચોક્કસપણે કરે જ છે ,ગામના લોકો એમ માને છે કે ચૂંટણીનો પ્રચાર કરવો અમારા લોકો માટે હાનિકારક અથવા અપ્રતિકુળ છે એટલા માટે કોઈપણ દળને ગામમાં ચૂંટણી પ્રચારની મંજૂરી અપાય નથી.
આ ગામ રાજકોટ થી 20 કિલોમીટરની દુરીએ આવેલું છે અહીંયા ગામમાં મતદાન કરવું પણ ફરજિયાત છે. મતદાન ન કરનારા પાસે 51 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે અને એક નિયમ એવો પણ છે કે ફરજિયાત મતદાન કરવું પડે છે એટલા માટે જ કદાચ આ ગામમાં સો ટકા ની આસપાસ મતદાન થતું જોવા મળે છે.
આ ગામના સરપંચ પણ સર્વસંમતિથી ચૂંટાય છે. વર્તમાન સરપંચ કહે છે કે દંડના નિર્ણયને કારણે અહીં લગભગ 100 ટકા મતદાન થાય છે. 1700ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં એક કમિટી બનાવી છે. મતદાનના થોડા દિવસો પહેલા સમિતિના સભ્યો ગ્રામજનોની બેઠક બોલાવે છે અને જો કોઈ મતદાન ન કરી શકે તો સમિતિએ તેનું કારણ ફરજિયાત બતાવું પડે છે વ્યાજબી હોય તો ઠીક નહી તો દંડ ભરવો પડે છે.અહીયા વર્ષ 1983થી આ નિયમો લાગૂ થયા છએ જે આજદીન સુધી જોવા મળી રહ્યા છે.આ સહીત ગામમાં ઘણા નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યા છે, જે નિયમો અને નિયમોની રૂપરેખા આપે છે જેનું રહેવાસીઓએ પાલન કરવાની જરૂર છે.