- ભારતનું આ અનોખું ગામ
- ભારતના પૂર્વ વિભાગમાં આવ્યું છે ગામ
- લોકોને વાત કરતા આવે છે શરમ
ભારતમાં હજારો પ્રકારના એવા ગામડા મળી જાય કે જ્યાં કંઈકનું કંઇક તો નવું અથવા ખાસ હોય, હવે અત્યારે એક એવા ગામ વિશે જાણ થઈ છે કે જ્યાં લોકોને વાત કરતા શરમ આવે છે. વાત છે ઝારખંડ રાજ્યના દેવધઘર જિલ્લામાં આવેલું ગામ ‘ભો’.. ગામનું નામ છે ‘ભો’,
જાણકારી અનુસાર લોકો અહિયાં નવી પેઢીના છોકરા-છોકરીઓ શાળા-કોલેજમાં પોતાના ગામનું નામ જણાવતા શરમ અનુભવતા હતા. જાતિ, રહેઠાણ અને આવકના પ્રમાણપત્રોમાં આ ગામનું નામ જોઈને લોકો હસતા હતા. નવી પેઢીના યુવાનોએ વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાઓને બદલવાનું મન બનાવી લીધું અને પંચાયતનો સહારો લીધો.
ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોકની બાંકા પંચાયતમાં આવેલા ગ્રામ પંચાયત પ્રધાન, રણજીત કુમાર યાદવે ગામના તમામ સત્તાવાર દસ્તાવેજોનું નામ બદલવા માટે ગ્રામસભાની બેઠક બોલાવી. આ બેઠકમાં ગામનું જુનું નામ બદલીને નવું નામ મસુરીયા રાખવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
તમામ સરકારી કચેરીઓ સહિતના દસ્તાવેજોમાં ખાસ કરીને મસુરીયાના નામે ગામની એન્ટ્રી કરવામાં આવી હતી. હવે રેવન્યુ વિભાગની વેબસાઈટમાં પણ મસુરીયા ગામનું નામ નોંધાયું છે. હવે લોકો પોતાની જમીનનું ભાડું પણ આ ગામના નામે વસૂલે છે. મસુરીયાનું નામ સર્કલ ઓફિસના રેવન્યુ ગામ સહિત પોલીસ સ્ટેશન અને બ્લોક ઓફિસના રેવન્યુ ગામોની યાદીમાં નોંધાયું હતું. હવે બ્લોક ઓફિસથી ચાલતો ડેવલપમેન્ટ પ્લાન પણ મસુરિયાના નામે થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં જમા કરાવવા માટે જાતિ, રહેણાંક અને આવકના પ્રમાણપત્રો પણ મસુરિયાના નામે ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ હવે ખુલ્લેઆમ તેમના ગામનું નામ મસુરિયા જણાવે છે.