Site icon Revoi.in

આ છે અનોખું ગામ- જ્યાં દરેક ઘર પર લખાયેલું છે મહિલાનું નામ, જાણો શું છે કારણ

Social Share

આપણા દેશભરમાં અનેક અવનવી બાબતો સામે આવે છે ત્યારે હવે એક એવા ગામની વાત કરીશું કે જ્યા દરેક ઘરની બહાર મહિલાઓનું નામ લખાયેલું જોવા મળે છે. આ સમગ્ર કહાનીછે બકાપુરની.

મહારાષ્ટ્રની બકાપુર પંચાયતે મહિલાઓને ઘરમાં સમાન દરજ્જો અને માલિકીનો અધિકાર આપવા માટે એક અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 2 હજાર ઘરોના આ ગામમાં તમામ દરવાજા પર મહિલાઓના નામ  લખાયેલા છે જે માલિક કે સહ-માલિકના નામે નોંધાયેલા છે.

આ અનોખી પહેલ વર્ષ 2008માં ગ્રામ પંચાયતમાં ખાસ જોગવાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઔરંગાબાદથી 20 કિમી દૂર આવેલા બકાપુર ગામમાં તેમના ઘરની બહાર મહિલાઓના નામ નોંધવામાં આવે છે, જેમાં તેમને સમાન અધિકાર આપવાનું કહેવાય છે.અહીના સરપંચ કવિતા સાલ્વેએ કહ્યું, “આ નિર્ણય પછી, અમારા ગામની મહિલાઓને ઘરોના મામલે સાંભળવામાં આવી. તે મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે.

જ્યારે આ દરખાસ્ત લાવવામાં આવી ત્યારે તે સમયે ગ્રામ પંચાયતમાં સાત સભ્યો હતા, કોઈએ તેનો વિરોધ કર્યો ન હતો. આજે બકાપુરના દરેક ઘરની નેમપ્લેટ પર મહિલાઓના નામ તેમની માલિકી દર્શાવે છે.આટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ બકાપુરમાં ઘર ખરીદવા માંગે છે, તો તેણે તેની પત્નીને સહ-માલિક તરીકે રાખવી પડશે.

ભૂતપૂર્વ સરપંચ કે જેમણે તેમના શાસન દરમિયાન મહિલાઓને આ અનન્ય અધિકારો આપ્યા હતા, કહે છે કે પહેલા એવો ડર હતો કે પુરુષો પરિવારને પૂછ્યા વિના મકાનો વેચી શકે છે.આવા જ કેટલાક જૂના કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કરવાથી માત્ર મહિલાઓ અને બાળકોને જ સુરક્ષા મળી નથી, પરંતુ મહિલાઓને ઘરની બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર પણ મળ્યો