ભારતના આ ગામમાં જાવ તો ચંપલ પહેરવાના નહી, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા
- ભારતનું એવું ગામ કે જ્યાં ચંપલ પહેરવાની છે મનાઈ
- લોકો વર્ષોથી પાલન કરે છે આ વાતનું
- મહેમાનને પણ ચંપલ પહેરવા દેવામાં આવતા નથી
ભારતમાં સંસ્કૃતિ, રીતી-રિવાજ, નિયમો, શ્રદ્ધા-અંધશ્રદ્ધા એટલું બધુ છે કે કોઈનેકોઈ જગ્યાએ કાંઈકને કાંઈક તો જોવા મળી જ જાય. હવે વાત છે તમિલનાડુના મદુરાઈથી 20 કિલોમીટર દૂર કાલિમાયણ ગામની. આ ગામના લોકો તેમના બાળકોને ચંપલ અને જૂતા પહેરવાની મનાઈ કરે છે. આ ગામમાં જો કોઈ આકસ્મિક રીતે પગરખાં પહેરે તો તેને સખત સજા ફટકારવામાં આવે છે.
આ ગામના લોકો માને છે કે જો તેઓ ચંપક કે કોઈ પણ પ્રકારના જુતા પહેરશે તો તેમના પ્રિય દેવતા તેમના પર ગુસ્સે થશે અને ગામમાં અનેક મુશ્કેલીઓ પણ આવશે. ગામને આ ક્રોધમાંથી બચાવવા માટે આ અનોખું ગામ પેઢીઓથી આ નિયમનું પાલન કરી રહ્યું છે.
એટલું જ નહીં બહારથી અહીં આવતા લોકોએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. જો કે જો તમે આ ગામની મર્યાદાની બહાર જાવ તો આ નિયમ લાગુ પડતો નથી. આ પ્રથાથી સ્પષ્ટ છે કે ગામલોકો તેમના ગામને દેવસ્થાનથી ઓછું નથી માનતા હવે તે જ નિયમ છે કે લોકો મંદિરમાં પ્રવેશતા પહેલા તેમના પગરખાં અને ચંપલ ઉતારે છે.
જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો સદીઓથી આ અદ્ભુત પરંપરાને અનુસરી રહ્યા છે. આ સ્થિતિમાં જો આ ગામના લોકોને બહાર જવું હોય તો તેઓ ગામની હદમાંથી બહાર ગયા પછી તેમના પગમાં ચંપલ પહેરે છે અને પછી જ્યારે તેઓ પાછા આવે છે. ત્યારે તેઓ ગામની મર્યાદા પહેલા ચંપલ ઉતારી લે છે. આવી સ્થિતિમાં અહીંના લોકો જૂતા અને ચંપલ પહેરવાના નામે ગુસ્સે પણ થાય છે.